રોડના કામોમાં એકસૂત્રતા જળવાશે:AMC કમિશનર એમ. થેન્નારેસને અમદાવાદમાં ગુણવત્તાયુક્ત મજબૂત રોડ બને તેના માટે નવી કાર્યપદ્ધતિ અમલમાં મૂકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વિવિધ જગ્યાએ જુદા જુદા રોડના કામો જેવા કે નવા રોડ બનાવવા તેમજ માઈક્રો રીસરફેસ કરવા વગેરે માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર (AMC) એમ. થેન્નારેસન દ્વારા કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે. રોડના કામોમાં એક સૂત્રતા જળવાઈ રહે મજબૂત અને ગુણવત્તાયુક્ત રોડ બનાવવાના હેતુ ઉપરાંત રોડની કર્સ્ટ ડિઝાઇનના રોડ તૈયાર થાય તે માટે કાચા રસ્તા પાકા કરવાનાં, માઇક્રો સરફેસ કરવા, મીલીંગ કરી રોડ રીસરફેસ કરવા, હયાત આસ્ફાલ્ટ રોડને રીગ્રેડ કરી રીસરફેસ કરવા,વાઇડનીંગ કરી રીસરફેસ કરવા તેના અંદાજ બનાવવાની કાર્ય પદ્ધતિ પણ નક્કી કરાઈ છે. શહેરના તમામ ઝોનના રસ્તાના કામનાં સર્વે કરવા,અંદાજ બનાવવા,વાર્ષિક રેઇટ ટેન્ડર તૈયાર કરવાનાં કામનું આયોજનબધ્ધ, ઝડપી, તેમજ સમયબધ્ધ અમલીકરણ થઇ શકે તે હેતુથી ઝોન પ્રોજેક્ટ દ્વારા સુચારુ આયોજન કરવા નીચે મુજબની કાર્યપધ્ધતિનું આયોજન કરવામાં આવી છે.

નિયત કરેલું રોડ રજીસ્ટર દર વર્ષે હવે ઓક્ટોબરમાં
મ્યુનિસિપલ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્ય પદ્ધતિ મુજબ તમામ રસ્તાઓનું નિયત કરેલું રોડ રજીસ્ટર દર વર્ષે હવે ઓક્ટોબર મહિનામાં જે તે ઝોનના સંલગ્ન આસિસ્ટર ઇજનેર અને આસિસ્ટન્ટ સીટી ઇજનેર દ્વારા અપડેટ કરવાનું રહેશે. 18.30 મીટરથી ઓછો પહોળાઈનો રોડ જે તે વોર્ડના સંલગ્ન ઇજનેર વિભાગ અને 18.30 મીટરથી વધુ પહોળાઈનો રોડને રોડ પ્રોજેક્ટના અને ઇજનેર વિભાગ મારફતે દર વર્ષે ઓક્ટોબર માસમાં કરવાનો રહેશે.

અધિકારીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા સ્થળની મુલાકાત
રિગ્રેડ રીસરફેસિંગ અને માઈક્રો રીસરફેસિંગના કામ માટેનો અંદાજ બનાવતા પહેલા કોર્પોરેશનના અધિકારીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા સ્થળની મુલાકાત લેવાની રહેશે. રોડને રીસરફેસ વગેરે જેવા કામોનું સર્વે કરી અને વોર્ડ કમિટી સમક્ષ પણ રજૂ કરવાનું રહેશે. શહેરમાં જ્યાં પણ કાચા રસ્તા પાકા કરવાના હોય ત્યારે સૌથી પહેલા પાણી, ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ, લાઈટ, ટોરેન્ટ પાવર નેટવર્ક તેમજ પ્રાઇવેટ એજન્સીઓ મારફતે સર્વિસ લાઈન નખાવાની કામગીરી કરવાની રહેશે. નવા ખોલવામાં આવેલા ટીપી રોડમાં આસફાલ્ટ રોડ બનાવવાનો હોય ત્યારે આસપાસની સોસાયટીઓ માં થનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખી આસફાલ્ટ રોડની પહોળાઈ નક્કી કરવાની રહેશે.

કમિશનરની મંજૂરી મેળવવાની રહેશે
ટેન્ડર તૈયાર કરવાની કાર્યપધ્ધતિમાં તમામ ઝોન તેમજ રોડ પ્રોજેક્ટના જુદા જુદા રસ્તાના કામો માટે સરકારનાં પ્રવર્તમાન ધારાધોરણ મુજબની શરતો સાથે ઝોન પ્રોજેક્ટ માટે વાર્ષિક રેઇટ ડ્રાફટ ટેન્ડર સીટી ઇજનેરની અધ્યક્ષતામાં રસ્તાનાં કામનાં જાણકાર બે એડી.સીટી.ઇજનેર તેમજ એડી.સીટી.ઇજનેર (રોડ પ્લાનીંગ વિભાગ) દ્વારા તૈયાર કરી, ટેન્ડરની તમામ મુખ્ય શરતો સાથેનાં ડ્રાફટ ટેન્ડર પેપરની રોડ પ્રોજેક્ટ વિભાગ મારફતે કમિશનરની મંજૂરી મેળવવાની રહેશે. જે તે ઝોન પ્રોજેક્ટ દ્વારા ડ્રાફટ ટેન્ડરનાં ફાયનાન્સિયલ બીડમાં સમાવેલ રોડનાં કામની આઇટમોના અંદાજીત વાર્ષિક જથ્થાની ગણત્રી કરી સંલગ્ન ડે.મ્યુ.કમિશનરની મંજૂરી મેળવી રોડ પ્રોજેક્ટ વિભાગમાં વાર્ષીક અંદાજીત રકમ સાથેનું ફાયનાન્સીયલ બીડ મોકલી આપવાનું રહેશે.

તમામ ઝોન/પ્રોજેક્ટનાં વાર્ષિક રેઇટ ટેન્ડરનાં ટેક્નિકલ ઇવેલ્યુએશન સીટી ઇજનેર,સીટી ઇજનેર(વો.રી એન્ડ એમ.),સંલગ્ન ઝોનનાં એડી.સીટી.ઇજનેર, રસ્તાનાં કામનાં જાણકાર બે એડી.સીટી.ઇજનેર, એડી.સીટી.ઇજનેર (રોડ પ્લાનીંગ વિભાગ),ડે.સીટી ઇજનેર(રોડ પ્રોજેક્ટ),સંલગ્ન ઝોન ડે.સીટી ઇજનેર મારફતે કરવાનું રહેશે તેમજ ફાઇનાન્સીઅલ ઇવેલ્યુશન નાણાં વિભાગ મારફતે નિયત કરેલ પ્રી- ઓડીટર પાસે કરાવવાનું રહેશે.

કમિશનરની મંજૂરી મેળવી પ્રાઇસબીડ ખોલવા
વાર્ષિક રેઇટ ટેન્ડરનાં ટેક્નિકલ ઇવેલ્યુએશન તેમજ ફાયનાન્સીઅલ ઇવેલ્યુશનનાં આધારે કવોલિફાઇડ થયેલા બીડરોના ફાયનાન્સિઅલ બીડ ખોલવાની મ્યુનિ.કમિશનરની મંજૂરી મેળવી પ્રાઇસબીડ ખોલવાનાં રહેશે. બાદમાં સંયુક્ત રીતે બીડ કેપેસીટીની ચકાસણી કરી, ટેન્ડરની કામ કરવાની ક્ષમતાનાં આધારે જે તે ઝોન/પ્રોજેક્ટના ટેન્ડરરની પસંદગી કરી મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવવાની રહેશે. કમિશનરની મંજૂરી બાદ ટેન્ડરની સક્ષમ સત્તાની મંજૂરી મેળવવા અર્થે રોડ પ્રોજેક્ટ વિભાગેથી સંલગ્ન ઝોનમાં તમામ ટેન્ડરનાં દસ્તાવેજો મોકલી આપવાનાં રહેશે.વર્કઓર્ડર તેમજ કરાર પત્ર કરી નિયમ અનુસારની કામગીરી શરૂ કરાવવા જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...