ભાસ્કર એક્સકલૂઝિવ:ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ, આર્ટ્સના કોર્સ ઓનલાઇન પણ ભણાવાશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જાન્યુઆરીથી BA, MA, BCom, MComમાં વિકલ્પ મળશે

ગુજરાત યુનિવર્સિટીમાં પહેલી વાર ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ આપવામાં આવશે. જાન્યુઆરી 2023થી બીએ, એમએ, બીકોમ, એમકોમના કોર્સ ઓનલાઇન પણ ભણાવવામાં આવશે. આ કોર્સનો વિધિવત્ પ્રારંભ જાન્યુઆરી 2023થી થશે. આ કોર્સમાં પ્રવેશ માટેના નિયમો સહિત પ્રવેશ સંબંધિત બાબતોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.ઓનલાઇન એજ્યુકેશનને કારણે દેશવિદેશના કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન મેળવી શકશે.

આ ઓનલાઇન કોર્સમાં પ્રવેશ, પ્રશિક્ષણ, પરીક્ષા, પરિણામ તેમ જ કોન્વોકેશન સહિતની તમામ પ્રકારની બાબતો પણ ઓનલાઇન રહેશે. ન્યૂ એજ્યુકેશન પોલિસી (એનઈપી) મુજબ વર્તમાન સમયની માગને અનુરૂપ હવે ઓફલાઇન ડિગ્રી કોર્સની સાથે સાથે ઓનલાઇન ડિગ્રી કોર્સનું પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીમાં વર્તમાન સમયની માગને અનુરૂપ યુજી, પીજી લેવલના ઓનલાઇન કોર્સ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આગામી દિવસોમાં ઓનલાઇન કોર્સ ભણવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

વિશ્વના કોઈ પણ ખૂણેથી પ્રવેશ મેળવી શકાશે
વૈશ્વિક સ્તરની માળખાકીય સવલતો તેમ જ સંશોધન અને નવાચારની ઉપલબ્ધિ સાથે હવે ઓનલાઇન ડિગ્રીથી ગુજરાત યુનિવર્સિટી ખરા અર્થમાં ગ્લોબલ યુનિવર્સિટી બની રહેશે. વિદ્યાર્થી વિશ્વના કોઈ પણ ખૂણેથી, કોઈ પણ સ્થળેથી પ્રવેશ મેળવી શકશે. પ્રવેશની લઘુતમ લાયકાત પ્રવેશની સંખ્યા વિષયની માગને અનુરૂપ રહેશે. - ડો. હિમાંશુ પંડ્યા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...