તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, જૈનચાર્યોના વ્યાખ્યાનો યોજાશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાનપુર કલિકુંડ જૈન દેરાસરમાં પર્યુષણ પર્વની પૂર્વ તૈયારી નિમિત્તે દેરાસરને સેનિટાઈઝેશન કરવામાં આવ્યું. - Divya Bhaskar
ખાનપુર કલિકુંડ જૈન દેરાસરમાં પર્યુષણ પર્વની પૂર્વ તૈયારી નિમિત્તે દેરાસરને સેનિટાઈઝેશન કરવામાં આવ્યું.
  • 250થી વધુ જૈન સંઘોમાં 8 દિવસ સુધી જપ અને તપ કરાશે

આજથી જૈનોના મહાપર્વ એવા પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. 7મીના રોજ પ્રભુ મહાવીર સ્વામી જન્મ વાંચન થશે. 10મીના રોજ સંવત્સરીના રોજ આ પર્વની પૂર્ણાહુતિ થશે.વિશ્વભરમાં વસતા જૈનધર્મીઓ 8 દિવસ સુધી તપ, જપ અને સાધર્મિક ભક્તિ, અહિંસાનું ચુસ્તપાલન 8 દિવસ સુધી પૌષધ અથવા 8 દિવસ સુધી શક્ય હોય તેટલા પૌષધ કરીને આત્મશુદ્ધિના પર્વની ઉજવણી કરવામાં આવશે.

8 દિવસ સુધી સવાર અને સાંજે ઉપશ્ર્યોમાં જૈનો પ્રતિક્રમણ કરશે. મહાવીર જન્મ વાંચન દિવસે પ્રભુ મહાવીરનો જન્મ થયો તે સાંભળીને જૈનો હર્ષ પામશે. 10મી સંવત્સરીના દિવસે દરેક જૈન પ્રતિક્રમણ કરતા હોય છે, અને પોતાનાથી મન, વચન અને કર્મથી કોઈ વ્યક્તિનો જીવ દુભવ્યો હોય તો સર્વેની ક્ષમા માંગીને ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવે છે.

દરેક ઉપાશ્રયોમાં જપ અને તપ થશે
નવરંગપુરા સંઘમાં તપાગચ્છ આધિપતિ આ.પ.પૂ ભગવંત મનોહરકીર્તિસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ પ્રવચન આપશે. શહેરમાં 250થી વધુ જૈન સંઘોમાં 8 દિવસ સુધી જપ અને તપ કરવામાં આવશે. શહેરમાં 5 તપાગચ્છ આધિપતિ, 30થી અધિક જૈનોચાર્ય અને ભગવંતો પર્યુષણની આરાધના કરાવશે.

અન્ય સમાચારો પણ છે...