રસીકરણ:અમદાવાદમાં શાહીબાગ ખાતે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતોની ઉપસ્થિતિમાં  રસીકરણનો પ્રારંભ થયો - Divya Bhaskar
સંતોની ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ થયો
  • BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ તથા કોર્પોરેશનના ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફે રસીકરણનો લાભ લીધો

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ માટે શાહીબાગ ખાતે આવેલ BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગના કોઠારી આત્મકીર્તિ સ્વામી, નિખિલેશ સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં ઠાકોરજીના વિધિવત વેદોક્ત પૂજન બાદ રસીકરણનો આરંભ થયો હતો. અહીં અંદાજે 100 લોકોને રસી આપવામાં આવી હતી.

કોર્પોરેશનના ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફે રસીકરણનો લાભ લીધો
કોર્પોરેશનના ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફે રસીકરણનો લાભ લીધો

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડે.મ્યુ.કમિશ્નર વિપુલ મહેતા, મેડિકલ ઓફિસર હેલ્થ ભાવિનભાઈ સોલંકી, ડેપ્યુટી હેલ્થ ઓફિસર (મધ્ય ઝોન) ડો. હેમેન્દ્ર આચાર્ય, આસિસ્ટન્ટ કમિશ્નર શાહીબાગ વોર્ડ સાગરભાઈ પિલુચીયા સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ તથા કોર્પોરેશનના ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફે રસીકરણનો લાભ લીધો છે.

100 જેટલા લોકોને રસી આપવામાં આવી
100 જેટલા લોકોને રસી આપવામાં આવી

અંદાજે 100 જેટલા લોકોને રસી આપવામાં આવી
કોરોના મહામારીના વિકટ સંજોગોમાં લોકહિતના અનેક સેવાકાર્યોનું વહન કરનારી BAPS સંસ્થા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી કોરોના રસીકરણ અભિયાનમાં પણ વડોદરા અને સુરત બાદ અમદાવાદમાં પણ રસીકરણ કેન્દ્ર માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડીને ખૂબ મહત્ત્વનું યોગદાન આપી રહી છે. અંદાજે 100 જેટલા લોકોને રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...