તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો અજિતસિંહ પરમારનો પાર્થિવદેહ આજે અમદાવાદ પહોંચ્યો હતો. ત્યારે અમદાવાદ કરણીસેનાએ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. રવિવારે મધ્યપ્રદેશના રતલામ નજીક રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. અજિતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા.
13 નવેમ્બરના રોજ અજિતસિંહ ટ્રેનમાં રવાના થયા હતા. બાદમાં તેઓ ટ્રેનમાંથઈ ગુમ થયા હતા અને તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો, આથી 14 નવેમ્બરના રોજ પરિવારજનોએ ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ દ્વારા કરી હતી. મૃતદેહ મળ્યાના 10 કલાકમાં જ મધ્યપ્રદેશની રતાલ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાખવામાં આવ્યો હતો. જેને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો. આથી પરિવારજનો રતાલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે હવે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના RPF દ્વારા પરિવારજનોને વ્હોટ્સએપથી ફોટા મોકલી ઓળખ મેળવી હતી
અજિતસિંહ દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી પોતાના વતન આવી રહ્યા હતા. બાદમાં ગુમ થયાની ફરિયાદ પરિવારજનોએ 14 નવેમ્બરના રોજ કરી હતી, પરંતુ 15 નવેમ્બરના રોજ સવારે રતલામ ડિવિઝન નજીક રેલવે-ટ્રેક પરથી તેનો મૃતદેહ મળ્યો હતો, આથી RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. મૃતદેહને ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપથી પરિવારને મોકલવામાં આવ્યા હતા અને પરિવાર દ્વારા તેમની ઓળખ આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા અજિતસિંહના પરિવારને જાણ કર્યા વગર જ 10 કલાકની અંદર જ મૃતદેહને દફનાવી નાખવામાં આવ્યો હતો, આથી અજિતસિંહના મૃત્યુને લઈને અનેક પ્રકારની શંકા ઊભી થઈ છે. આ અંગે પરિવારજનોએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને ન્યાય આપવા માગ કરે છે.
અજિતસિંહે છેલ્લે તેમની મંગેતર સાથે વાત કરી હતી
12 નવેમ્બરના રોજ અજિતસિંહ બિહાર રેજિમેન્ટમાંથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે અજિતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે હવે મને નીંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ, પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો, આથી હિનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં. એ બાદ મુંબઈ રેલવે સ્ટેશન પરથી અજિતસિંહનો સામાન મળ્યો પણ તેઓ સાથે નહોતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.