જગદીશ ઠાકોરના ભાજપ પર આક્ષેપ:ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત, જેલમાંથી કેદીઓ બહાર લાવી કોંગ્રેસને અટકાવવાના પ્રયત્નો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર પણ ચાલી રહ્યો છે. એવામાં કોંગ્રેસના પ્રવક્તા જગદીશ ઠાકોરે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ જેલમાંથી કેદીઓને પેરોલ અપાવીને કોંગ્રેસને પ્રચાર કરતા અટકાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો મજબૂત છે અને પ્રજાએ 2022ની ચૂંટણીમાં મન બનાવી લીધું છે અને કોંગ્રેસ 125થી વધુ બેઠક પર જીત હાંસલ કરવાની છે. જેને લઇને ભાજપ સરકાર ચૂંટણી પંચની મિલીભગતથી કોંગ્રેસની રેલી હોય કે પ્રચાર માટે કામગીરી કરવાની હોય તમામ રીતે અડચણ પેદા કરી રહી છે. સભા સ્થળથી દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારોએ પગપાળા ચાલીને જવું પડે છે. એટલે સભાનો સમય સાચવવા માટે તકલીફ પડી રહ્યો છે. બે હેલિકોપ્ટરની પરમિશન માંગી હતી પણ એક હેલિકોપ્ટર આપવામાં આવ્યું અને પ્રચાર લેટ થાય એવા પ્રત્યન કરવામાં આવી રહ્યા છે.

પીએમ મોદી પર આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
સુરેન્દ્રનગરમાં પાણી માટે જનતા વલખા મારે છે. ઘાસનું તખુ પણ નથી મળતું અને નર્મદાના નીર ગામે ગામે મળતા હોવાના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે. જનતા એનો જવાબ મતદાન સ્વરૂપે આપશે. પ્રચાર માટે ભાજપના પીએમ સહિત આખી ટીમ ઉતરી આવી છે. મેગા પ્રચાર કરીને લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચાર આચરીને કમાયેલા રૂપિયાથી પ્રચાર કરવામાં આવે છે. 1 લાખ 46 હજાર પદો પર નોકરી આપવાના વાયદામાં એ જગ્યાઓ જાહેર કરવામાં આવે એવું કોઈ વેબસાઈટ જાહેરમાં મુકવામાં આવે જેથી જનતા તે જોઈ શકે.

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આપ પાર્ટીને આડે હાથ લીધી
આપ નેતા સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવી રહ્યા છે. જે બીમાર નથી પણ કેજરીવાલની આખી સરકાર બીમાર છે અને સત્યેન્દ્ર જૈનનો જેલનો વીડિયો વાઈરલ થયો છે. તેમાં મસાજ કરનાર આરોપી બળાત્કારનો આરોપી છે અને તેના પર પોતાની દીકરી પર રેપ કરવાનો આરોપ છે. જ્યારે એક રેપનો આરોપી નેતાને મસાજ કરતા હોય ત્યારે પીડિતને ન્યાય મળવાની શક્યતા કેટલી?

કોંગ્રેસના પ્રશ્નોના ડરથી ભાજપમાં જોડાયા
કામિનીબાએ કોંગ્રેસ છોડી દહેગામમાંથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ તેમની ઓડિયો ક્લીપ વાઇરલ થઈ હતી. જેમાં ટિકિટના નામે રૂપિયા માંગવામાં આવ્યા હતા. જ્યારે આજે ભાજપમાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રશ્નોના જવાબ આપવાના ડરથી જોડાયા.

અન્ય સમાચારો પણ છે...