સાયબર ક્રાઈમ:કોલેજિયન યુવતીએ મનગમતાં યુવકને વશમાં કરવા વિધિ કરાવી, તાંત્રિકે રૂપિયા પડાવ્યા તો વકીલ શોધ્યો, એડવોકેટે પણ લૂંટી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન - Divya Bhaskar
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
  • સોશિયલ મીડિયા પર તાંત્રિક શોધીને વિધિ કરાવી બાદમાં યુવતીએ એડવોકેટને પણ ઈન્સ્ટાથી શોધ્યો
  • તાંત્રિકે વિધિના નામે રૂ. 15 હજાર અને એડવોકેટે કેસ કરાવવાના બહાને રૂ. 4 લાખ પડાવી લીધા

એક તરફ ભારત દેશ મંગળ ઉપર સંશોધન કરી રહ્યો છે ત્યારે બીજી તરફ હજુ લોકો તાંત્રિક અને ભૂવાના શરણે જઈ રહ્યા છે. ત્યારે આશ્ચર્યની વાત તો એવી છે કે અમદાવાદની એક કોલેજિયન યુવતીએ પોતાને ગમતો યુવક વશમાં રહે તેના માટે વિધિ કરાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક તાંત્રિક શોધી કાઢ્યો. તાંત્રિકે વિધિના નામે તેની પાસે પંદર હજાર પડાવ્યા, તાંત્રિક તો પૈસા લઈ ગયો પરંતુ મનગમતો યુવક વશમાં થયો નહીં માટે તાંત્રિકને પાઠ ભણાવવા માટે યુવતીએ ઇંસ્ટાગ્રામ ઉપર એક એડવોકેટ શોધી કાઢ્યો બોગસ એડવોકેટે તેને વિશ્વાસમાં લઇ તંત્રિકને પાઠ ભણાવવા માટે અને તેની સામે એફઆઈઆર દાખલ કરાવવાનો કહી ટુકડે-ટુકડે ચાર લાખ પડાવ્યા આમ યુવતીને તાંત્રિક અને બોગસ એડવોકેટ ઠગી ગયા જ્યારે મનગમતી યુવક હજુ બસમાં થયો નથી ‌‌‌‌‌

આધુનિક યુગમાં જીવતી યુવતીઓ અંધશ્રદ્ધાથી મોટાભાગે દૂર રહેવાનું પસંદ કરતી હોય છે ત્યારે જ શહેરના પોશ વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી ધનિક પરિવારને યુવતીને એક યુવક પસંદ આવી ગયો હતો. હવે તેને પોતાના વશમાં કરવા માટે જો કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવે તો તે યુવક પોતાના વશમાં થઈ જાય તેમ યુવતી માનતી હતી.

તેણે ઇંસ્ટાગ્રામ મારફત તાંત્રિકની શોધ આદરી અને તેને એક તાંત્રિક મળી પણ ગયો. હવે તાંત્રિક સમક્ષ પોતાની વાત રજૂ કરી અને તાંત્રિકે કોલેજીયન યુવતી પાસેથી તાંત્રિક વિધિના નામે 15000 રૂપિયા પડાવી લીધા. તાંત્રિક વિધિ કર્યા બાદ પણ મનગમતો યુવક પોતાના વશમાં થયો નહીં. હવે યુવતીને લાગવા માંડ્યું કે તાંત્રિક તેને છેતરી ગયો છે. જેથી તેણે તાંત્રિક પાસે પરત પૈસા માગ્યા હતા, પરંતુ તાંત્રિકે તેને યોગ્ય જવાબ આપ્યા નહોતા.

જેને કારણે યુવતીએ તાંત્રિકને પાઠ ભણાવવાનો મનોમન નિર્ધાર કરી લીધો હતો અને તેણે ઇન્સ્ટાગ્રામ મારફત પોતાના સંપર્કમાં હતા એવા એક વ્યક્તિને આ વાતની જાણ કરી હતી. તેણે વકીલ મારફત તાંત્રિકને સીધો કરી દેવાનો અને તેની સામે એફઆઈઆર કરાવવાની યુવતીને હૈયાધારણા આપી હતી અને આયોજન મુજબ વકીલે યુવતીને પોતાના વિશ્વાસમાં લઇ તાંત્રિક સામે કાનૂની પગલાં લેવાની વાતો કરી ટુકડે-ટુકડે ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. આખરે યુવતીને ભાન થયું હતું કે તે છેતરાઈ ગઈ છે અને તેને જાતે જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...