ફી ભરવા દબાણ:SC-ST વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ હોવા છતાં કોલેજો દ્વારા હજારો રૂપિયાની ફી માંગતા NSUIનો વિરોધ

અમદાવાદ8 મહિનો પહેલા
NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો
  • ખાનગી સરકારી તમામ કોલેજો દ્વારા ફી માટે દબાણ કરીને પરિણામ અટકાવી દેવાયા

કોલેજમાં અભ્યાસ કરતા SC-ST કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓને કોલેજની ફી ભરવામાં સહાય મળે છે અને સંપૂર્ણ ફી કાર્ડ સરકાર દ્વારા સીધી કોલેજના એકાઉનટમાં જમાં થાય છે. પરંતુ વર્ષ 2020-21ની ફી ભરાઈ નથી. જેના કારણે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરવામાં આવે છે માટે NSUI દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ પાસે ફી માંગવામાં આવી રહી છે
વર્ષ 2020-21માં સરકાર તરફથી આપવામાં આવેલ ફ્રી શીપ કાર્ડ કોલેજ દ્વારા માન્ય રાખવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓ પાસે ફી માંગવામાં આવી રહી છે. ફ્રી શીપ કાર્ડથી સરકાર જ વિદ્યાર્થીઓની ફી ભરે છે પરંતુ સરકારે ના ભરતા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પર ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને પરિણામ આપવામાં આવી રહ્યા નથી જેના કારણે વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મેળવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે જેને લઈને NSUI દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.

SC-ST ના વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે
SC-ST ના વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે

વિદ્યાર્થીઓનું પરિણામ અને આગળના સત્રમાં પ્રવેશ અટક્યો
ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીએ જણાવ્યું હતું કે SC-ST ના વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ ફી કોલેજને આપવામાં આવી નથી જેને કારણે કોલેજ હવે વિદ્યાર્થીઓ પાસે ફીની માંગણી કરે છે અને સરકાર ચૂકવશે ત્યારે પરત આપવાનું જણાવી રહી છે. વિદ્યાર્થીઓનું પરિણામ અને આગળના સત્રમાં પ્રવેશ અટકી ગયો છે.સમાજ કલ્યાણના અધિકારીને રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીએ એવું કહ્યું કે સરકાર જોડે ગ્રાન્ટ નથી જેના કારણે સરકારે ફી ચૂકવી નથી.તમામ વિદ્યાર્થીઓની બાકી ફી ભરવામાં આવે અને પરિણામ તથા પ્રવેશ આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી
ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી
અન્ય સમાચારો પણ છે...