તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:અમદાવાદની એચ.એ. કોલેજને “મોસ્ટ ટ્રસ્ટેડ કોમર્સ કોલેજ ફોર એકેડેમીક એકસલન્સ – 2021”નો નેશનલ એવોર્ડ એનાયત કરાયો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોસ્ટ ટ્રસ્ટેડ કોમર્સ કોલેજ ફોર એકેડેમીક એકસલન્સ – 2021નો એવોર્ડ સ્વીકારતા કોલેજના પ્રિન્સિપાલ - Divya Bhaskar
મોસ્ટ ટ્રસ્ટેડ કોમર્સ કોલેજ ફોર એકેડેમીક એકસલન્સ – 2021નો એવોર્ડ સ્વીકારતા કોલેજના પ્રિન્સિપાલ
  • એચ.એ. કોલેજને એકેડેમીક એકસલન્સ માટે નેશનલ એવોર્ડ એનાયત કરાયો

ગુજરાત લો સોસાયટી દ્વારા સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને ન્યુ દિલ્હી સ્થિત ટોપગેલન્ટ ઇન્ડીયા રીસર્ચ ગ્રુપ દ્વારા હાયર એજ્યુકેશન સેક્ટરમાં “મોસ્ટ ટ્રસ્ટેડ કોમર્સ કોલેજ ફોર એકેડેમીક એકસલન્સ – 2021” નામનો નેશનલ એવોર્ડ એનાયત થયો છે. દિલ્હીની હોટેલ સંગ્રીલામાં આયોજીત એવોર્ડ સેરેમનીમાં કેન્દ્ર સરકારના મિનીસ્ટર ફાગનસિંહ કુલસ્ટે તથા જાણીતી ફિલ્મ એક્ટ્રેસ મંદીરા બેદી દ્વારા કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

કોલેજના પ્રિન્સિપાલ વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, જીએલએસનાં એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ સુધીરભાઈ નાણાવટીના સહયોગ તથા કોલેજ સંચાલનમાં સક્રિય ભૂમિકાથી એકેડેમિક એકસલન્સ ઉભી કરી શક્યા છીએ. આ સર્વેમાં કોલેજના રિઝલ્ટ, સામાજીક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ ધ્યાનમાં લેવાય છે.

સંજય વકીલે વધુમાં કહ્યું હતું કે, કોલેજનાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની મહેનતને કારણે એવોર્ડ મળ્યો છે. સામાજીક સંગઠનો દ્વારા જ્યારે સન્માન મળે છે ત્યારે વધુ મહેનત તથા કમીટમેન્ટથી વધુ કામ કરવાની પ્રેરણા મળે છે. એચ.એ. કોલેજને અગાઉ દેશની સૌથી વધુ વિશ્વનીય કોમર્સ કોલેજનો એવોર્ડ પણ મળેલ હતો. આ એવોર્ડ મળવાથી કોલેજનાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો