વેક્સિન માટે રજૂઆત:અધ્યાપક મહામંડળ દ્વારા કોલેજ-યુનિવર્સિટીના સ્ટાફને વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવા માંગણી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા સિનિયર સિટીઝન, આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામા આવ્યું છે. ત્યારે કોલેજ-યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતા સ્ટાફને વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવા માંગણી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે આરોગ્ય મંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, તાજેતરમાં કોરોના મહામારીનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ગુજરાતમાં રોજે રોજ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યની કોલેજમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે. અત્યારે કોલેજ પણ ઓફલાઈન ચાલુ હોવાને કારણે વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ સંપર્કમાં આવી રહ્યો છે.

સંપર્કમાં આવવાને કારણે કોલેજ અને યુનિવર્સિટીના કર્મચારીઓ સંક્રમિત થવાની પુરી શક્યતા છે. જે રીતે કર્મચારીઓને ફ્રન્ટ લાઈન વર્કર તરીકે બુસ્ટર ડોઝ આપવામાં આવે. તે જ રીતે કોલેજના-યુનિવર્સિટીના સ્ટાફને બુસ્ટર ડોઝ આપવામાં આવશે તો ઓફલાઇન શિક્ષણમાં પણ મદદ મળશે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...