તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થિનીનો આપઘાત:સ્યૂસાઇડ નોટમાં ‘I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી’ લખી સુરેન્દ્રનગરની યુવતીએ એલિસબ્રિજની હોસ્ટેલમાં ફાંસો ખાધો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવતની તસવીર - Divya Bhaskar
મૃતક યુવતની તસવીર
  • લોહીથી લખેલી સ્યુસાઇડ નોટ પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી મળી આવી
  • ફાંસો ખાતા પહેલાં લોહીથી લખ્યું, હું ઉપર ભલે જતી રહું હંમેશાં તારી સાથે રહીશ, મમ્મી-પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે

એલિસબ્રિજની એસએલયુ કૉલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સુરેન્દ્રનગરની 18 વર્ષીય વિદ્યાર્થિનીએ મંગળવારે સરકારી મહિલા હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. યુવતીના રૂમમાંથી પોલીસને સુસાઇડ નોટ મળી જેના પર લોહીથી ‘આઇ લવ યુ નિખિલ’ લખ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ પ્રેમભંગને કારણે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

લોહીથી યુવક માટે વિદ્યાર્થિનીએ I LOVE YOU નિખિલ લખ્યું હતું
લોહીથી યુવક માટે વિદ્યાર્થિનીએ I LOVE YOU નિખિલ લખ્યું હતું

મૃતક યુવતીની અક્ષરસઃ સુસાઈડ નોટ
‘ભાઈ તું મને બહુ વ્હાલો છે. પપ્પા, મમ્મી, બા, બાપુ બધાંય તમારું ધ્યાન રાખજો. ખાસ કરીને નેહા બહેન તું મારા ઘરે રહી લેજે. પ્લીઝ મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે પણ પ્લીઝ નેહા પ્લીઝ મારા જેવી બનજે. જીપીએસસીની તૈયારી કરજે અને મારું સપનું તું પૂરું કરજે અને પ્લીઝ હું જતી રહીશ એટલે પ્લીઝ કંઈ બખેડો ના કરતા...પ્લીઝ શાંતિથી મરવા દેજો...પ્લીઝ પ્લીઝ...મારું આખું પરિવાર તમારું ધ્યાન રાખજો અને હજુ ફરીવાર કહું છું, કોઈને કંઈ દોષ ના દેતા પ્લીઝ... હું મારી મરજીથી મરું છું અને ભગવાન મારા મા મેલડીને એટલું જ કહેવું છે કે મા પ્રેમ કરવો ગુનો છે? કેમ કોઈના મા-બાપ કે ફેમિલીવાળા દીકરીને સમજતાં નથી. દીકરીની જાતે શું ગુનો કર્યો છે? બસ માતાજીને આટલું જ મારે કહેવું છે અને મારી નેહાનું બધા ધ્યાન રાખજો મને બહુ વ્હાલી છે. એના સિવાય મને કોઈ ગમતું નથી અને એક મારો ભાઈ મને ગમે છે. બસ હવે ખાલી એક માણસ માટે થોડું કહેવું છે. મારી જાન મારી જિંદગી મારો નિખિલ..આઈ લવ યુ જાન. પ્લીઝ નિખિલને વંચાવજો. નિખિલ જાન તું તારું ધ્યાન રાખજે. સિગરેટ ઓછી પીજે અને મમ્મી-પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે. હવે મમ્મીને હેરાન ના કરતો. પપ્પાને સામું ના બોલતો અને હું ઉપર ભલે જતી રહું, જાન પણ હું હંમેશા તારી સાથે રહીશ જાન. હંમેશા મને મારા ઘરના કહેતા કે જે બહુ વ્હાલું હોય તે વહેલાં મરી જાય... સાચી વાત છે હું બહુ વ્હાલી હતી, નહીં!? ઓકે ચલ બાય અને પ્લીઝ કંઈ બખેડો ના કરતા અને શાંતિથી રોયા વગર મારી દફનવિધિ કરી દેજો...અને હા બાપા માટે, બાપુ હવે દારૂ ના પીતા કેમ કે કહેવાવાળી હું નથી અને તમે કોઈનું માનશો પણ નહીં.’

વિદ્યાર્થિનીને સિક્યુરિટી ગાર્ડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ
સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર પાસે રહેતી 18 વર્ષીય પલ્લવી પંડ્યા એલિસબ્રિજમાં એસએલયુ કૉલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને એલિસબ્રિજ સ્થિત સરકારી મહિલા હોસ્ટેલમાં રહેતી હતી. સોમવારે બપોરે હોસ્ટેલના મહિલા સિક્યુરિટી ગાર્ડે સી બ્લોકમાં પલ્લવીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. આથી તેમણે હોસ્ટેલના અન્ય લોકોને જાણ કર્યાં બાદ એલિસબ્રિજ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે

વિદ્યાર્થિનીએ રૂમ બંધ કરીને આપઘાત કર્યો
રૂમ અંદરથી બંધ હતો જેથી પોલીસને જાણ કરતાં એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આવીને તપાસ કરતા પલ્લવીએ ગળાફાંસો ખાધો હતો. એલિસબ્રિજ પોલીસના જણાવ્યા મુજબ રૂમમાંથી લોહીથી લખેલી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં " I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી" વગેરે લખ્યું હતું. જેથી પ્રેમમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોય શકે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો