તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહીની ચીમકી:કલેક્ટરો મહેસૂલ વિભાગને પણ ગાંઠતા નથી, અંતે ચીમકી આપી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના ચુકાદા મુજબ કામ ન થતાં મુશ્કેલી વધી

જિલ્લા કલેક્ટરો મહેસૂલ વિભાગને પણ ગાંઠતા નહીં હોવાનો ઘાટ સર્જાયો છે. કોર્ટના ચુકાદા મુજબ અનુસરવાની પ્રક્રિયા કે કાર્યવાહી નિયત સમયમર્યાદામાં ન થતી હોવાથી સરકારને મુશ્કેલીમાં મુકાવું પડે છે. આ પ્રકારના ઉપરાછાપરી કિસ્સા બન્યા બાદ મહેસૂલ વિભાગે સૂચનાત્મક ભાષામાં પરિપત્ર કરીને કલેક્ટરોને શિસ્ત વિષયક કાર્યવાહીની ચીમકી આપી છે.

મહેસૂલ વિભાગના પરિપત્રમાં જણાવ્યું છે કે, કોર્ટમાં દાખલ કેસમાં હાથ ધરવાની કાર્યવાહી અંગેની સૂચનાઓ પરિપત્રથી જણાવી છે. કોર્ટે કેસની ફાઇલો અગ્રતાના ધોરણે હાથ ધરવાની સૂચના આપી છે. કોર્ટ કેસને લગતી ફાઇલ કાર્યવાહી કર્યા સિવાય પડતર પડી રહે તો તેવી બાબતને ગંભીર ગણીને શિસ્તવિષયક કાર્યવાહી કરવાનું ઠરાવાયું છે આમ છતાં આ સૂચનાઓનું પાલન ન થતું હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...