ધન્વંતરિ પૂજન:​​​​​​​ભાજપ શહેર કાર્યાલયમાં કર્ણાવતી મહાનગર મેડિકલ સેલ દ્વારા સામુહિક ધન્વંતરિ પૂજનનું આયોજન

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ શહેર કાર્યાલય ખાતે ભગવાન ધન્વંતરિનું સામૂહિક પૂજન - Divya Bhaskar
ભાજપ શહેર કાર્યાલય ખાતે ભગવાન ધન્વંતરિનું સામૂહિક પૂજન
  • 100થી વધુ ડોક્ટરોએ ભાગ લઈને ભગવાન ધન્વંતરિનું સામુહિક પૂજન કર્યું

આજે ધનતેરસના તહેવાર પર ખાનપુર ખાતે ભાજપ શહેર કાર્યાલય ખાતે ભગવાન ધન્વંતરિનું સામૂહિક પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ સહકોષાધ્યક્ષ અને મહાનગરના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અમિત પી. શાહ, પ્રદેશ મેડિકલ સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્ર ગજ્જર, સુશાસન તેમજ કેન્દ્ર- રાજ્ય સરકારી કાર્યક્રમ સંકલન વિભાગના પ્રદેશ સંયોજક અને ડોક્ટર અનિલ પટેલ, સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ.સુજય મહેતા, શહેર મહામંત્રીઓ, શહેર ઉપપ્રમુખો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ધન્વંતરી ભગવાનનું સામુહિક પૂજન કર્યું હતું.

આ પ્રસંગે 100થી વધુ ડોક્ટરોએ ભાગ લઈને ભગવાન ધન્વંતરિનું સામુહિક પૂજન કર્યું હતું. આ પ્રસંગે સૌને સંબોધતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ભગવાન ધન્વંતરિ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અને ભગવાન ધન્વંતરી દ્વારા જન - જન માટે આશીર્વાદ સમાન આયુર્વેદના ઉપયોગ વિશે સૌને અવગત કર્યા હતા.

100થી વધુ ડોક્ટર પૂજામાં જોડાયા
100થી વધુ ડોક્ટર પૂજામાં જોડાયા

આ પ્રસંગે ઉપસ્થિત મીડિયાના મિત્રોને સંબોધતા પ્રદેશ મેડિકલ સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્ર ગજ્જરે જણાવ્યું કે, આજે ભગવાન ધન્વંતરિનું સામૂહિક પૂજન કરીને કોરોનાના કપરા કાળમાં જે મુશ્કેલીઓ પ્રજાજનોને પડી છે તેવી મુશ્કેલીઓ ભવિષ્યમાં ક્યારેય ન પડે અને તમામ કોરોના વોરિયર્સને ભગવાન ધન્વંતરિ શક્તિ આપે તેવી પ્રાર્થના આજે કરવામાં આવી છે.