નિકોલ બળિયાદેવના ટેકરા પાસે 30 વર્ષીય રાજુ રબારી પરિવાર સાથે રહે છે અને તેને ગાય ભેંસ ખરીદવાની હોવાથી વિરાટનગરમાં રહેતા સંજય રબારી પાસેથી રૂ.5.50 લાખ 10 ટકા વ્યાજે લીધા હતાં. અને તેનું વ્યાજ સમયસર આપી દેતા હતાં. દોઢ વર્ષ પહેલાં વ્યાજે આપેલ મૂડીની સંજય રબારીએ માગણી કરતા રાજુએ કહેલું કે અત્યારે રૂપિયા નથી તમે 8 ભેંસો લઇ જાવ આથી સંજય 8 ભેંસો લઇ ગયો હતો.
સંજય રબારી થોડા સમય પછી રાજુના ઘરે ગયો હતો અને વ્યાજની માગણી કરી હતી આથી રાજુએ કહેલું કે તમને 8 ભેંસો તો આપી છે. તેમ છતાં સંજય વ્યાજની માગણી વારંવાર કરતા આખરે કંટાળીને રાજુએ તેના વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ અરજી બાદ સંજય વધારે ઉશ્કેરાઈ ગયો અને તેને કહ્યું કે જો તું વ્યાજ નહીં આપે તો તને ઉપાડી જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
2 જૂનના રોજ 8.45 વાગે મ્યુનિ.ની ઢોર પકડવાની ગાડી આવતા રાજુ બાઇક લઇને પોતાની ગાય-ભેંસને બચાવવા માટે ગયો હતો. તે વખતે કારમાં સંજય રબારી, જીવા રબારી, અમિત રબારી અને અન્ય બે જણાએ રાજુની બાઇકને ટક્કર મારી નીચે પાડી દીધો હતો અને કારમાંથી ઉતરીને રાજુને માથામાં તલવારના ઘા માર્યા હતા.આ સાથે તેના સાથીદારોએ પણ રાજુને લાકડી અને લોખંડની પાઇપો મારી કારમાં ભાગી ગયા હતાં. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજુને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.