પિતાના મિત્રની કરતૂત:અમદાવાદમાં CISF જવાનના ઘરે સહકર્મીની દીકરી રોકાઈ, રાત્રે વાસનાંધે 20 વર્ષીય યુવતીને સૂતાં સમયે અડપલાં કર્યા

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) જવાનની દીકરી તેના પિતાના જ મિત્ર અને CISFમાં ફરજ બજાવતા જવાનના ઘરે રાતે રોકાવવા ગઈ હતી, ત્યારે યુવતીને તેના પિતાના મિત્રએ જ રાતે શારીરિક અડપલાં કર્યા હતા. જે મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગરમાં અભ્યાસ માટે કાઉન્સેલિંગમાં જતી હતી
જયપુરમાં CISFમાં ફરજ બજાવતા જવાનની 20 વર્ષની દીકરીએ ગાંધીનગર ખાતે અભ્યાસ માટે અરજી કરી હતી અને પરીક્ષા આપી હતી. બીજા દિવસે સવારે કાઉન્સેલિંગ માટે જવાનું હતું. જેથી યુવતી તેની માતા સાથે મેઘાણીનગરમાં રહેતા તેના પિતાના મિત્ર અને CISF માં ફરજ બજાવતા શ્યામ શંકર સિંઘના ઘરે રોકાઈ હતી.

શરીર પર હાથ ફેરવતાં યુવતી જાગી ગઈ
રાતના સમયે યુવતી જ્યારે સુઈ હતી, ત્યારે તેના શરીર પર શ્યામ શંકર સિંઘ હાથ ફેરવતો હતો. જેથી યુવતીને અચાનક ઉઠી ગઈ હતી અને લાઈટ ચાલુ કરી હતી. જેથી યુવતીની માતા પણ ઉઠી ગઈ હતી. યુવતીએ આ અંગે માતાને જાણ કરી હતી અને બંને સામાન લઈને નીકળી ગયા હતા. બીજા દિવસે CISFના યુનિટમાં જાણ કરી હતી અને CISFના યુનિટ સાથે મેઘાણીનગર પોલીસ સ્ટેશન જઇને યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...