તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આપ’નો આક્ષેપ:અમદાવાદમાં BU પરમિશન વિનાની બિલ્ડીંગ સીલ કરવામાં બિલ્ડરો અને કોર્પોરેશનના અધિકારીઓની મીલીભગત

અમદાવાદ3 મહિનો પહેલા
આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી
  • મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી રજુઆત કરશે.
  • આગામી દિવસોમાં BU વગરના બિલ્ડીંગ મામલે કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરોને ખુલ્લાં પાડશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને બિલ્ડીંગની BU પરમિશન બાબતે ફટકાર બાદ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેનાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભાજપના કેટલાક કોર્પોરેટર પણ આ સિલિંગ મુદ્દે પ્રજાના રોષનો સામનો કરે છે તેની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ હવે સિલિગ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રણવ ઠક્કરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સિલિગ મુદ્દે વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. તેમણે BU પરમિશન વગર બિલ્ડીંગ ઉભી કરવા દેનાર કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

સિલિંગના કારણે નાના વેપારીઓ હેરાન થઈ રહ્યા છે
પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે પાલડી શેફાલી કોમ્પલેક્સના અને રાણીપના મારૂતિ કોમ્પ્લેક્સના વેપારીઓ અમારી પાસે આ સિલિગ મુદ્દે રજુઆત લઈને આવ્યા હતા. અમે સરકાર સમક્ષ માગ કરીએ છીએ કે આ સિલિગની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરે. સિલિગના કારણે નાના વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. કાયદાકીય રીતે BU પરમિશન વગર ડ્રેનેજ, પાણી અને લાઈટ કનેક્શન નથી મળતું તો કોર્પોરેશન દ્વારા કઈ રીતે કનેક્શન આપવામાં આવ્યું અને પ્લાન પાસ કરી દેવામાં આવ્યા? BU પરમિશન વગર દસ્તાવેજ પણ નથી થતા તો કઈ રીતે આ બધું થાય છે? કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરોનો મિલીભગતના કારણે વેપારીઓ દંડાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જેટલા પણ BU પરમિશન વગરના બિલ્ડીંગ છે તેમા ક્યાં અધિકારીએ જે તે સમયે પરમિશન, કનેક્શન આપ્યા અને બિલ્ડરોને ખુલ્લાં પાડી કાર્યવાહી કરવા જણાવીશું.

15 દિવસથી સિલિગના કારણે ધંધા રોજગાર બંધ છે
15 દિવસથી સિલિગના કારણે ધંધા રોજગાર બંધ છે

વેપારીઓનો માલસામાન બગડી રહ્યો છે
પાલડી શેફાલી કોમ્પલેક્ષના વેપારીઓએ જણાવ્યું હતું કે 15 દિવસથી સિલિગના કારણે રોજગાર ધંધા બંધ છે. અમે બાંહેધરી આપી છતાં હાઇકોર્ટના નામે તેઓ સીલ ખોલવા તૈયાર નથી. અમારે વેપારીઓએ હવે આમા શું કરવું ? 81 દુકાનો આજે બંધ છે અને કોરોનાના કારણે મંદી છે છતાં આવી રીતે કાર્યવાહીના કારણે વેપારીઓ હેરાન થયા છે. મારૂતિ કોમ્પલેક્ષના વેપારીઓએ માગ કરી છે કે રાતોરાત સીલ કરી દેવાયું છે ત્યારે અમારી મશીનરી માલસામાન પડ્યો છે જે બગડી રહ્યો છે જેથી દુકાનો ખોલી આપવામાં આવે તેવી વિનંતી છે. સરકાર કહે એ ચાર્જ અમે ભરવા તૈયાર છીએ. બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે અમારી દુકાનો ખોલી આપો.

અન્ય સમાચારો પણ છે...