ઠંડા પવનથી લોકો ઠૂંઠવાયા:આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 10એ પહોંચ્યું
  • દિવસભર ઠંડા પવન ચાલુ રહેતા લોકો ઠૂંઠવાયા

રાજસ્થાનમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી મંગળવારે વાદળિયું વાતાવરણ રહેવા સાથે શહેરનું લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 10એ પહોંચ્યું હતું. દિવસરભર ઠંડા પવન ચાલુ રહેતે લોકો ઠૂંઠવાયા હતા. બુધવારે પણ શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી રહેવા સાથે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે આપી છે. નલિયામાં સૌથી વધુ 6.2 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ગગડીને 25 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 10 ડિગ્રી નોંધાયંુ હતું. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. નલિયા સહિત રાજ્યના 4 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી ઓછો નોંધાયો હતો.

26 જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે
સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાક ઠંડીનું જોર રહેશે. એ પછી સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ઘટતાં 26મીથી 28 જાન્યુઆરી એમ 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન વધીને 13થી 14 ડિગ્રીની આસપાસ પહોંચશે જેને કારણે ઠંડીમાં ઘટાડો થશે. તેમજ 29 જાન્યુઆરીથી ફરીથી ઠંડીનો પારો ગગડીને 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...