મોર્નિંગ બ્રીફ:સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી, તમામ ગ્રાન્ટેડ માધ્યમિક-ઉ. માધ્યમિક સ્કૂલના શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે

અમદાવાદએક વર્ષ પહેલા

નમસ્કાર!

નોન ઇન્ટરલોકિંગની કામગીરીને પગલે દિલ્હીથી ઉપડતી દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય કરતા 1.40 કલાક મોડી ઉપડશે. તેમજ ધોરણ-9થી 12ની પાંચમી એકમ કસોટીના વિદ્યાર્થીઓએ નોટબુકમાં લખેલા ઉતરોની સોફ્ટ કે હાર્ડ કોપી મોકલવાનો છેલ્લો દિવસ છે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ48,437.78+307.82
ડોલરરૂ.73.18+0.15
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ53,250+450

આ 4 ઘટના પર રહેશે નજર
1) સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી, નલિયા-ભૂજ, પોરબંદર-જૂનાગઢ, કેશોદ-ગીર વિસ્તારમાં તાપમાન એકાએક ચાર ડિગ્રી સુધી ઘટી શકે.
2) નોન ઇન્ટરલોકિંગની કામગીરીને પગલે દિલ્હીથી ઉપડતી દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય કરતા 1.40 કલાક મોડી ઉપડશે.
3) ધોરણ-9થી 12ની પાંચમી એકમ કસોટીના વિદ્યાર્થીઓએ નોટબુકમાં લખેલા ઉતરોની સોફ્ટ કે હાર્ડ કોપી મોકલવાનો છેલ્લો દિવસ છે.
4) NCP પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) તમામ ગ્રાન્ટેડ માધ્યમિક-ઉ. માધ્યમિક સ્કૂલના શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે
ગુજરાત સરકારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ શિક્ષક-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે. જેને પગલે નવી નિમણૂંક પામનારાને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવી પડશે નહીં. આ નિર્ણયથી અંદાજીત 70 હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને લાભ થશે.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરેન્દ્રનગરમાં જમાઇ બન્યો જમ, બે હાથમાં ખુલ્લેઆમ છરી લઇ ત્રાટક્યો જમાઈ, સાળી-સસરાનું ઢીમ ઢાળી દીધું
પત્ની રીસામણે બેસી હોવાના મનદુઃખ સાથે પતિ છરી લઇને સાસરીમાં પહોંચ્યો હતો. જ્યાં માથાકૂટ થતાં જમાઇએ સાસરિયાઓ પર હુમલો કર્યો હતો. જેમાં સાળી અને સસરાંનું મોત નીપજ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતના પીપલોદમાં માતા-પુત્રનો ફાંસો ખાઈને આપઘાત, આર્થિક સંકડામણમાં મોતને વ્હાલું કર્યાની આશંકા
કોરોના કાળમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. પીપલોદ વિસ્તારમાં આવેલા મિલેનો હાઈટસમાં માતા-પુત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બે દિવસથી મિત્રને આપઘાતની વાતો કરનારે સવારે ફોન ન ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચી ગયા ત્યારે લટકતી હાલતમાં માતા-પુત્રના મૃતદેહ મળી આવ્યાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

4) ભરૂચના નેત્રંગ પાસે ટાઈલ્સ ભરેલા ટ્રકે 3 બાઈકને અડફેટે લીધા, બે બહેનો સહિત 3 લોકોના મોત, 3 ઈજાગ્રસ્ત
ભરૂચ જિલ્લાના નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે નાળા પર ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લેતા 2 બહેનો સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તને નેત્રંગ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) 2 વર્ષમાં જ 1600 IT કંપની ખૂલી, બેંગલુરુ, ગૂગલે 2019માં 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા
હીરા અને કાપડ ઉદ્યોગ બાદ સુરત હવે આઇટીક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 1600 આઇટી કંપનીઓ કાર્યરત થઇ ગઈ છે, જેમાં 16 હજારથી પણ વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 2019માં સુરત શહેરમાંથી અંદાજે 4 હજારથી પણ વધારે એપ્લિકેશન બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી, જેને પગલે ગૂગલે 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

માર્કેટ અપડેટ
- BSEનું માર્કેટ કેપ 192.87 લાખ કરોડ રૂપિયા રહ્યું, BSE પર લગભગ 55% કંપનીઓના શેરમાં વધારો રહ્યો.
- 3,233 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું. જેમાં 1,781 કંપનીઓના શેર વધ્યા અને 1,288 કંપનીઓના શેર ઘટ્યા

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- અમેરિકાની સંસદનું જોઈન્ટ સેશન મળશે. જેમાં બાઈડનની જીત પર ઔપચારિક, કાયદાકીય અને અંતિમ મોહર લાગશે.
- મોદી કેબિનેટની બેઠક મળશે.

અન્ય સમાચારો પણ છે...