આગાહી:20 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાયો, 2 દિવસ છાંટાંની વકી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય દિવસમાં 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાતો હોય છે, બે દિવસ પછી ઠંડીમાં વધારાની આગાહી

અરબી સમુદ્રમાં લો પ્રેશર અને બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સરક્યુલેશનથી શહેરમાં દિવસભર વાદળિયું વાતાવરણ રહેવા સાથે રોજના 5થી 10 કિમીની ઝડપના પવન સામે કલાકના 20 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો.

દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેવા સાથે કેટલાક વિસ્તારમાં છાંટાં પણ પડ્યા હતા. શહેરમાં હજુ એક બે દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એ પછી ઠંડી વધવાની આગાહી છે. આગામી બે દિવસ ભારે પવન સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ ઉપરાંત કચ્છ જિલ્લામાં અનેક સ્થળે વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે બે દિવસ બાદ બંને સિસ્ટમની અસર ઘટતા વાતાવરણ સામાન્ય થવાની શક્યતા છે. જેના પગલે વાદળો વિખેરાતા લઘુતમ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાતા એક સપ્તાહ દરમિયાન તાપમાન 14થી 15 ડિગ્રી સુધી પહોંચશે. જો કે એક સપ્તાહ બાદ ફરી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...