મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યના 4 જિલ્લામાં ઠંડીનું જોર વધશે, કોરોનાના નવા 9941 કેસ અને 4નાં મોત

4 મહિનો પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 13 જાન્યુઆરી, પોષ સુદ-અગિયારસ (પુત્રદા એકાદશી)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે 2) રાજ્યના કૃષિ-પશુપાલન મંત્રી રાજકોટમાં, ત્રિકોણ બાગ, રાજકોટ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* રાજ્યમાં કોરોનાના કેસ 10 હજારની નજીક 9941 કેસ, 4નાં મોત

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ ગઈકાલે પહેલીવાર 10 હજારની નજીક નવા કે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9941 નવા કેસ નોંધાયા છે અને 3449 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 15 મેએ 9061 કેસ હતા. રાજ્યમાં ઓમિક્રોનના 264 કેસ સામે આવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

* નવી ગાઇડલાઇન્સથી મોટા ભાગનાં લગ્નો મોકૂફ, મંડપ ડેકોરેશન, કેટરર્સ, વીડિયોગ્રાફર સહિતના 40 ધંધાને ફટકો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 15 જાન્યુઆરીથી લગ્નસરાની સીઝન પણ શરૂ થઈ રહી છે. કોરોનાના કેસો વકરતાં સરકારે રાજકીય, ધાર્મિક અને લગ્નમાં 400 લોકોની મર્યાદા ઘટાડી 150ની કરી દીધી છે. આ અંગે નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે, જેને પગલે રાજ્યભરમાં યોજાનારાં લગ્નોના રંગમાં ભંગ પડ્યો છે. એની સાથે સાથે વેડિંગ ઇવેન્ટ વ્યવસાયને પણ મોટો ફટકો પડ્યો છે. લગ્નપ્રસંગો સાથે સંકળાયેલા હોટલ, પાર્ટીપ્લોટ, કેટરર્સ, ડેકોરેશન, મંડપ સર્વિસ સહિતના 40થી વધુ ધંધાઓને આર્થિક નુકસાન થશે, જેમાં એક અંદાજ મુજબ જાન્યુઆરી માસ દરમિયાન આ ગાઇડલાઇન્સ લાગુ રહેતાં 15 દિવસના લગ્ન માટે 9 મુહૂર્ત છે. માત્ર રાજકોટમાં જ વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીને 4 કરોડથી વધુનો ફટકો પડી શકે છે.

વાંચો સમાચાર વિગતવાર

* ત્રીજી લહેરના માત્ર 18 દિવસમાં કોરોનાએ 56 હજારને ઝપેટમાં લીધા, દર કલાકે 165 કોરોના પોઝિટિવ નોંધાયા

કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો અને લોકોમાં એક ખૌફ ફેલાઈ ગયો હતો. વેક્સિનેશન અને સાવચેતીના કારણે કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં હતા. પરંતુ ફરીથી રાજકીય મેળાવડા, બજારોમાં બેખૌફ ફરતા લોકો, ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકોની ભીડે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપ્યું, જેના કારણે માત્ર 18 દિવસમાં ગુજરાતમાં 50 હજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પહેલી લહેર અને બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરની ઝડપ 7 ગણી છે.

વાંચો સમાચાર વિગતવાર

* અમદાવાદમાં યૂથ કોંગ્રેસના પ્રમુખના પદગ્રહણમાં 200થી વધુ લોકો ઊમટ્યા, આખો હોલ ખીચોખીચ, ધાનાણી-ચાવડા માસ્ક વિના દેખાયા

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોના હવે પીક પર જઈ રહ્યો છે, જેના પગલે સરકારે રાજકીય, ધાર્મિક અને લગ્ન સમારંભમાં માત્ર 150 લોકોની જ હાજરી રાખવા અંગેની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જોકે આજે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના પદગ્રહણ સમારોહમાં કોરોનાની ગાઈડલાઈન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા. પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે હોલમાં યોજાયેલા પદગ્રહણ સમારોહમાં આખો હોલ લોકોથી ભરાઇ ગયો હતો. 200થી વધુ લોકોથી ભરેલા આ હોલમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ક્યાંય જોવા મળ્યું ન હતું. ગઈકાલે જ સરકારે કોરોના અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી, જોકે 24 કલાકમાં જ રાજકીય નેતાઓએ તેના ધજાગરા ઉડાવી દીધા હતા.

વાંચો સમાચાર વિગતવાર

* મોંઘવારીમાં કમરતોડ વધારો થયો, ફુગાવો સતત ત્રીજા મહિને વધીને 5.59 ટકાની પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો, ખાદ્ય ચીજવસ્તુની કિંમતમાં અસહ્ય વધારો

દેશમાં સામાન્ય નાગરિકોને મોંઘવારીના મોરચે વધુ એક ઝાટકો લાગ્યો છે. ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 5.59 ટકાની છેલ્લા પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે, નવેમ્બર,2021માં ફુગાવાનો દર 4.91 ટકા હતો. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં ભારે વધારો થતા ખાદ્ય ફુગાવામાં તીવ્ર વધારો થયો છે.

વાંચો સમાચાર વિગતવાર

* સરકારની નવી ગાઇડલાઈન જાહેર કરી, સામાન્ય લક્ષણમાં સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો ટેસ્ટિંગ વગર જ ડિસ્ચાર્જ કરી શકાશે

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સ્થિતિની સમીક્ષા પછી દર્દીને ડિસ્ચાર્જ કરવાની નીતિમાં પણ ફેરફાર કર્યો છે. હવે સામાન્ય લક્ષણવાળા સંક્રમિતોને પોઝિટિવ આવતા સાત દિવસ પછી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ દરમિયાન જો સતત ત્રણ દિવસ સુધી દર્દીની સ્થિતિ સ્વસ્થ રહે છે અને તાવ નથી આવતો તો ડિસ્ચાર્જ માટે ટેસ્ટિંગની પણ જરૂરિયાત નથી રહેતી. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાની લહેર દરમિયાન 8 રાજ્યમાં સૌથી વધુ પરેશાન છે, જ્યાં પોઝિટિવિટી રેટ હાઈ છે.

વાંચો સમાચાર વિગતવાર

* વિશ્વમાં 31.40 કરોડ કેસ, 55.21 લાખ મોત, WHOએ કહ્યું- 6 અઠવાડિયાંમાં જ અડધું યુરોપ ઓમિક્રોનથી સંક્રમિત થશે

વિશ્વમાં કોરોનાના કુલ કેસ વધીને 31.40 કરોડ થઈ ગયા છે. આ દરમિયાન મૃત્યુઆંક પણ 55. 21 લાખ પર પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું હતું કે 6થી 8 અઠવાડિયાંમાં જ અડધું યુરોપ ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે, જેની અસર પશ્ચિમી દેશોથી લઈને પૂર્વના દેશો સુધી પડશે. WHOના યુરોપ ડાયરેક્ટર હેન્સ ક્લગે જણાવ્યું હતું કે અમે 2022ના પહેલા અઠવાડિયામાં જ કોરોનાના સાત લાખથી વધુ કેસ નોંધાયા છે. આ અગાઉનાં બે અઠવાડિયાંની સરખામણીએ બમણા કરતાં પણ વધુ કેસ હતા.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે કાતિલ ઠંડીની આગાહી, પતંગ રસિયાઓ આ વખતે પવનથી નિરાશ નહીં થાય, 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે 2) રાજ્યમાં કડક નિયંત્રણો લાગુ થતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ફરી પડી ભાંગે તેવી સ્થિતિ, રાતો રાત અનેક બુકિંગ કેન્સલ 3) સરકારે લગ્નમાં મહેમાનોની સંખ્યા 150 કરી દેતા તૈયારીઓ કરીને બેઠેલા પરિવારો ચિંતિત, અનેક લગ્નો કેન્સલ, ડીજે, પાર્ટી પ્લોટ સંચાલકો મુશ્કેલીમાં 4) ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં આવ્યા, તાવ અને ગળાના દુખાવાની તકલીફો સાથે આવતા 50 ટકા બાળકો કોરોના સંક્રમિત 5) એસ. સોમનાથ બન્યા ISROના નવા વડા, રોકેટ એન્જિનિયરિંગના છે એક્સપર્ટ 6) હરિદ્વાર ધર્મ સંસદ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારને નોટિસ પાઠવી, 10 દિવસ પછી સુનાવણી થશે

આજનો ઈતિહાસ
આજે દેશના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માનો જન્મ દિવસ છે, તેઓ અંતરિક્ષમાં જનારા વિશ્વના 128માં અને ભારતના પહેલા વ્યક્તિ હતા.

અને આજનો સુવિચાર
આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...