ઠંડીનો ચમકારો:3 દિવસમાં ઠંડીનો પારો વધુ 3થી 4 ડિગ્રી ઘટવાની શક્યતા, 6 શહેરોનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નજીક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 3.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ

ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું મોજંુ ફરી વળ્યું છે. ઠંડા પવનોને લીધે રાજ્યના 6 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. તેમજ સમગ્ર રાજ્યમાં 3.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 3થી 4 ડિગ્રી ઘટવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 14.1 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે અમદાવાદનાં તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. તેમજ સાંજના 4.00 વાગ્યા બાદ ઠંડા પવનોનું જોર વધતાં લોકો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...