કાતિલ ઠંડીનું મોજુ:અમદાવાદ સહિત 12 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી ઓછો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદનું લઘુતમ તાપમાન 9.3 ડિગ્રી
  • આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે, ઉતરાયણ બાદ ધીમે-ધીમે ઘટાડાની વકી

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમદાવાદમાં સોમવારે પણ શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી ગગડીને 24.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.5 ડિગ્રી ગગડીને 9.3 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 76 ટકા અને સાંજે 5.30 કલાકે 46 ટકા નોંધાયું હતું. જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

આગામી પાંત દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યાર બાદ ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો નોંધાશે. કોલ્ડવેવની અસરોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 6થી 17 ડિગ્રી વચ્ચે પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...