ઠંડીનો ચમકારો:ઠંડી વધીને 3 દિવસમાં 13 ડિગ્રીએ પહોંચવા શક્યતા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન ગગડ્યું છે. તેમજ અમદાવાદ સહિત 11 શહેરોમાં ઠંડીનો પારો 12થી 15 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં 12.9 ડિગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં બે દિવસમાં લઘુતમ તાપમાન બે ડિગ્રીનો વધારો ઘટાડો થયો છે.

ગત શુક્રવારથી લઇને રવિવાર સુધી ઠંડીનો પાર1 14 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ સોમવારે લઘુતમ તાપમાન બે ડિગ્રી વધીને 16 ડિગ્રી નોંધાયું હતું. જો કે, મંગળવારે શરૂ થયેલાં ઠંડા પવનોથી ઠંડીનો પારો ફરીથી 2 ડિગ્રી ગગડીને 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્રણથી ચાર દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 13થી 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધવાની વકી છે.

ક્યાં કેટલી ગરમી

અમદાવાદ14
મહુવા12.9
ગાંધીનગર13
વડોદરા14
નલિયા14
વલસાડ14
કેશોદ14.8
વિદ્યાનગર15.3
ડીસા15.4
કંડલા15.5
અન્ય સમાચારો પણ છે...