તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંગલામાંથી કોબ્રાનું રેસ્ક્યૂ:અમદાવાદમાં શાહીબાગના એક બંગલામાં કોબ્રા છૂપાયો, એનિમલ લાઈફ કેરના એક્સપર્ટે રેસ્ક્યૂ કર્યો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંગલામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતુ હતું તે દરમિયાન ઝેરી કોબ્રા ઘરમાં ઘૂસી ગયો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે એક બંગલોમાં કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન એક કોબ્રા સાપ ઘૂસ્યો હતો. જેને પગલે ત્યાં કામ કરતા મજૂરોમાં નાસભાગ મચી હતી. સાપ ઘૂસ્યાની જાણ કરાતા એનિમલ રેસ્ક્યૂની એક્સપર્ટ ટીમ પહોંચી હતી અને એક્સપર્ટે કોબ્રાને અડધા કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરાયો હતો.

શાહીબાગ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના એક બંગલામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું. તે દરમિયાન માટીના ઢગલામાંથી કાળોતર કોબ્રા સાપ નીકળ્યો હતો. જેને પગલે ત્યાં કામ કરતા મજૂરો ડરી ગયા હતા અને દોડધામ કરી હતી. સાપ દેખાયાની એનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરાતાં પહોંચી હતી. અડધા કલાક સુધી ભારે જહેમત બાદ એનિમલ લાઈફ કેરના વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજયે ઝેરી કોબ્રાને પકડીને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...