તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટનો ચુકાદો:કો-ઓ. સોસાયટી એક્ટમાંથી ખાંડ ફેકટરી બાકાત રાખવાનો સુધારો રદ, શેરડીની ખેતી કરતા લાખો ખેડૂતોને લાભ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે વિદાય લેતાં પહેલા શેરડીની ખેતી સાથે જોડાયેલા લાખો ખેડૂતોને લાભ થાય તેવો ચુકાદો જાહેર કર્યો છે. ખાંડ બનાવતી ફેક્ટરીઓને કો-ઓપરેટિવ સોસાયટી એક્ટમાંથી બાકાત રાખવાના સુધારાને ખંડપીઠે રદ કર્યો છે, જેના કારણે સુગર ફેક્ટરીઓ હવે ચૂંટણીમાં ભાગ લઈ શકશે. આ ચુકાદા બાદ શેરડીની ખેતી સાથે જોડાયેલા લાખો ખેડૂતો કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યો ગણાશે.

સુગર ફેક્ટરીઓએ સરકારના કો-ઓપરેટિવ એક્ટને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદામાં ટાંક્યું છે કે, સરકારે કરેલો સુધારો આપખુદશાહી અને મનસ્વી છે. આવા સુધારાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે. આ કેસમાં કોર્ટે ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી (એમેન્ડમેન્ટ) એક્ટ-2019ની કલમ 74(સી)ને રદ કરી છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારે કરેલા સુધારાને રદ કરીને ખેડૂત સભ્યોને તરફેણમાં ચુકાદો જાહેર કર્યો છે. ખંડપીઠે કો. ઓપરેટિવ સોસાયટીમાં સુગર ફેક્ટરીનો સમાવેશ કરતા કલેકટરે તેમની ચૂંટણી પણ યોજવાની રહેશે તેમ ઠેરવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...