ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસીએશન દ્વારા 3 માર્ચથી સીએનજીનું વેચાણ નહીં કરીને અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી હતી પરંતુ ગાંધીનગર ખાતે મલેળી મીટિંગમાં ઓઇલ કંપનીઓએ ડિલર માર્જનની રકમ 20 માર્ચ સુધીમાં આપવાની ખાતરી આપતા શુક્રવારથી શરૂ થનારી હડતાલ મોફુક રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
એસોસીએશનના હોદ્દેદારોએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી ડીલર માર્જિનમાં કોઇ વધારો થયો ન હતો. હડતાલના એલાનને કારણે ગુરૂવારે ગાંધીનગર સિવીલ સપ્લાય ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અધિકારીઓની હાજરીમાં ત્રણેય ઓફિલ કંપનીના પ્રતિનીધીઓ સાથેની બેઠક બાદ હડતાલ મોફુક રખાતા હવે સીએનજી પંપ રાબેતા મુજબ ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.