દિવાળી સુધી ભાવ વધવાની શક્યતા:CNGનો ભાવ 10 દિવસમાં 6 રૂપિયા વધીને 63 રૂપિયે પહોંચી ગયો; પેટ્રોલમાં લિટરે 34, ડીઝલમાં 38 પૈસાનો વધારો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સીએનજી ગેસમાં છેલ્લા 10 દિવસમાં રૂપિયા 6નો ભાવ વધારો થયો છે. સીએનજી ગેસની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. સીએનજી ભાવમાં વધારાના લીધે ખાનગી સહિત ટ્રાન્સપોર્ટરોને આર્થિક બોજા પડ્યો છે. ગુરુવારે પેટ્રોલમાં લિટરે 34 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો હતો.

સીએનજી પંપના સંચાલકે નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અગાઉ 30 સપ્ટેમ્બરના રોજના રૂપિયા 56.30 ભાવ હતો. આ પછી 1 ઓક્ટોબરથી 21મી સુધીમાં રૂપિયા 6.69નો વધારો થયો છે. 18મીએ દોઢ રૂપિયાનો વધારો થતાં થતાં સીએનજીનો ભાવ 62.99એ પહોંચી ગયો છે. સીએનજીમાં પણ સતત ભાવ વધારો થઇ રહ્યો છે. એક સંચલાકના જણાવ્યા મુજબ આગામી દિવાળી સુધીમાં ભાવ વધારાની શક્યતા છે. ટ્રાન્સપોર્ટરોએ સીએનજી ભાવ વધારાની સામે ભાડાના દરમાં વધારો કરવા માગ કરી છે.