સીએનજીના પ્રતિકિલો ભાવમાં રૂ. 1.99નાે વધારો થવા સાથે ભાવ 83.90થી વધીને 85.89 થયો છે. આ ઉપરાંત અદાણી ગેસે પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. અમુલે પણ બફેલો મિલ્કનો ભાવ લીટરે રૂ.2 વધારી 64 કર્યો છે. સીએનજીના ભાવ વધારાથી શહેરના અઢી લાખથી વધુ રિક્ષાચાલકો અને ટ્રાન્સપોર્ટ વાહન માલિકોને અસર થશે. પીએનજીમાં પણ ભાવ વધારાથી ઘરેલુ ગેસ પણ મોંઘો થયો છે. નવો ભાવવધારો અમલમાં આવી ગયો છે. સીએનજી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં હવે માત્ર 10 રૂપિયાનો તફાવત છે.
કાર અને રિક્ષાચાલકોએ સસ્તાં સીએનજી ભાવના લીધે સીએનજી કિટ ફિટ કરાવી હતી. સીએનજી કિટ પાછળ રૂપિયા 25 હજારથી લઇ પાંચ લાખ સુધીનો ખર્ચ કર્યો હતો. હવે સીએનજીના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતની આસપાસ પહોંચી ગયા છે. ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઇવર લડત સમિતિના હોદ્દેદારોએ કહ્યું કે, એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. લોટ, દહીં પર જીએસટીથી ભાવ વધારો થઇ રહ્યો છે. સીએનજીમાં સબસિડી આપવા વારંવાર રજૂઆત કરાઇ છે. રાજ્ય સરકાર મુદ્દાઓને ધ્યાને નહીં લેતી હોવાથી વડાપ્રધાનને આવેદનપત્ર અપાશે.
રિક્ષાનું મિનિમમ ભાડું વધારવા માગ
મિનીમમ ભાડું રૂપિયા 20 કરાયા બાદ છ મહિનામાં 3.40 નો વધારો થયો છે. પરિણામે મિનીમમ ભાડાંમાં સરકારે હવે ફરી વધારો કરવો જોઇએ. સરકાર સમક્ષ ભાડું વધારવા માંગ કરાશે. આ ઉપરાંત આશ્ચર્યજનક કાર્યક્રમ પણ અપાશે. - રીક્ષા એસોસીએશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.