તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
રાજકોટમાં આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, મોરબી રોડ બાયપાસથી એઇમ્સ સુધી નવો 4 લેન રોડ બનાવવા મંજૂરી આપવામાં આવશે. પાટણ બાદ ચાણસ્મામાં આજથી 20 એપ્રિલ સુધી બપોરના 1 વાગ્યા સુધી બજારો સ્વયંભૂ બંધ રહેશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....
સેન્સેક્સ | 49,661.76 | 460.37 |
ડોલર | રૂ.74.55 | 1.13 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | 47,700 | 600 |
માર્કેટ હાઇલાઇટ્સ
આ 4 ઘટના પર રહેશે નજર
1) કોરોનાના વધી રહેલા કેસો મામલે મુખ્યમંત્રી રૂપાણીની પીએમ મોદી સાથે વીડિયો-કૉન્ફરન્સ માધ્યમથી બેઠક યોજાશે.
2) રાજકોટમાં આજે મનપાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક મળશે, મોરબી રોડ બાયપાસથી એઇમ્સ સુધી નવો 4 લેન રોડ બનાવવા મંજૂરી આપવામાં આવશે.
3) પાટણ બાદ ચાણસ્મામાં આજથી 20 એપ્રિલ સુધી બપોરના 1 વાગ્યા સુધી બજારો સ્વયંભૂ બંધ રહેશે.
4) અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યમાં કોરોનાના ઓલટાઇમ હાઇ 3575 નવા કેસ, 9 મહિના બાદ 22 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક 4620
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજેરોજ નવા રેકોર્ડબ્રેક બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે. 24 કલાકમાં 3575 નવા કેસ નોંધાયા છે અને 2217 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સુરત શહેરમાં 8, અમદાવાદમાં 6, સુરત જિલ્લામાં 2, ભાવનગર શહેર, બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા શહેરના 1-1 મળી કુલ 22 દર્દીનાં મોત થયાં છે.
વાંચો સમાચાર વિગતવાર
2) મોરબીના માળિયા તાલુકામાં એક ખાનગી ડોકટરે દર્દીઓને ઓટલા પર જ સૂવડાવી સારવાર કરી, વીડિયો વાઇરલ
મોરબી જિલ્લાના માળિયા તાલકામાં એક ખાનગી ક્લિનિકની બહાર ઓટલા પર જ દસેક જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. મહત્ત્વનું છે કે મોરબી જિલ્લામાં છેલ્લા આઠ દિવસ દરમિયાન આ બીજી ઘટના છે, જેમાં દર્દીઓની હોસ્પિટલના બિછાનાના બદલે કારખાનામાં કે ઓટલા પર સારવાર થઈ રહી હોય એવો વીડિયો વાઈરલ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર
3) મોરબીના કાંતિ અમૃતિયાની તોછડાઈ, કલેકટરને કહ્યું-'મેં તને ડિસ્ટર્બ નથી કર્યો, કામ નથી કરવા' ને ઠેકડા મારો છો'
મોરબી કલેકટર સાથે ભાજપના નેતા કાંતિ અમૃતિયાએ જાહેરમાં કરેલી દબંગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મોરબી કલેકટર જે.બી.પટેલ અધિકારીઓ સાથે મોરબી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા કાંતિ અમૃતિયા પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને કલેકટર સાથે તુકારે વાતચીત શરૂ કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કલેકટરને કહ્યું-'મેં તને ડિસ્ટર્બ નથી કર્યો, કામ નથી કરવા' ને ઠેકડા મારો છો'.
વાંચો સમાચાર વિગતવાર
4) મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના લગ્નની અફવા, CMએ કહ્યું- મારા દીકરાના લગ્નની વાતો પાયાવિહોણી, આવું કોઈ આયોજન નથી
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. કોરોનાના સંક્રમણ બેકાબૂ બનતાં રુપાણી સરકારે 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ જ લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીની મજાક થઇ રહી હતી કે કોઇ લોકડાઉન નહીં લાગે, મારા છોકરાના લગ્ન છે. જોકે વાઈરલ થયેલા આ ન્યૂઝ ફેક છે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ આજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાત પાયાવિહોણી છે.
વાંચો સમાચાર વિગતવાર
5) રાજકોટ સિવિલમાં મૃતદેહોના ઢગલા? સ્મશાને લઇ જવા માટે પણ 3થી 4 કલાકનું વેઇટિંગ, સ્વજનો અકળાયાં, વીડિયો વાઇરલ
કોરોના મહામારીમાં કોણ સાચું અને કોણ ખોટું એવી પરિસ્થિતિ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં કોરોનાના મૃતદેહ માટે સ્મશાનમાં જગ્યા ન હોવોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સ્મશાને જગ્યા ન હોવાથી કોરોના મૃતકોના મૃતદેહોના સિવિલમાં ઢગલા થયા હોય એવું પણ વીડિયો મારફત બહાર આવ્યું છે. હોસ્પિટલ ખાતે હાજર સિક્યોરિટી ગાર્ડ અને દર્દીનાં પરિવારજનો વચ્ચે વાતચીતમાં સિક્યોરિટી ગાર્ડ સ્મશાનમાં જગ્યા ન હોવાનો ઉલ્લેખ કરી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.