તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:CMએ રોબોટિક ગેલેરીની મુલાકાત લીધી- સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં 182 પ્રજાતિની 11,250 માછલીઓને ઘર મળશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાયન્સ સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે સાયન્સ સિટીમાં વિકાસ પામી રહેલી ભારતની એકમાત્ર એક્વેટિક ગેલેરીની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન કેફે રોબો પ્લેટમાં ફૂડ લઈને તેમને આપવા માટે આવ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અહીં ભારતની સર્વપ્રથમ એક્વેટિક ગેલેરી બની રહી છે જે 11,000 ચોરસ મીટરથી વધુ મોટી હશે. આ અત્યાધુનિક રોબોટિક ગેલેરીનો આગામી સમયમાં વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકશે. આ બન્ને ગેલેરીઓ વર્ષ 2021ના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ પ્રોગ્રામમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ હરિત શુક્લા તેમજ સાયન્સ સિટી સાથે જોડાયેલા લોકોએ ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું.

ગેલેરીમાં માછલીઓના 72 ટેન્ક રાખવામાં આવશે
આ ગેલેરીમાં માછલીઓ માટે 72 ટેન્ક રાખવામાં આવશે જેમાં 182 પ્રજાતિઓની 11,250 માછલીઓ રાખવામાં આવશે. 11,000 ચો.મી.થી વધુ બાંધકામની આ ગેલેરીમાં આ સાથે અંડર-વૉટર વૉક વે ટનલ, ઓસીનેરિયમ, દ્રશ્ય ગેલેરી, એડવાન્સ્ડ લાઇફ-સપોર્ટ સિસ્ટમ્સ, ટચ-પુલ તેમજ ઇન્ટિરિયર થીમ સાથે આ ગેલેરી બની રહી છે. 7,500 ચોરસ મીટરની રોબો ગેલેરી બનાવવામાં આવશે.

7,500 ચોરસ મીટરની રોબો ગેલેરી બનાવવામાં આવશે
ભારતની આ સર્વપ્રથમ ગેલેરી હશે જેમાં 7,500 ચોરસ મીટરથી વધુ બાંધકામ, સેવા આપતા રોબોટ્સ, રસ્તો બતાવતા રોબોટ્સ, સ્વ-ડ્રાઇવિંગ કાર ટ્રેક, રોબો વર્કશોપ, રોબો આધારિત રમતો, ડીઆરડીઓ વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો