પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને લોકો સાથે ચર્ચા કરીને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીએ સરકાર લોકોની સાથે છે એવો સધિયારો આપ્યો હતો. - Divya Bhaskar
મુખ્યમંત્રીએ સરકાર લોકોની સાથે છે એવો સધિયારો આપ્યો હતો.
  • આ દરમિયાન તેઓ સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે
  • વાવાઝોડાને કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાનાં અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને થયેલા નુકસાન અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે. તેઓ આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામનાં સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉ-તે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી. અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.

મુખ્યમંત્રીએ ઉના તાલુકાના ગરાળ ગામના લોકોની સાથે સંવાદ સાધ્યો.
મુખ્યમંત્રીએ ઉના તાલુકાના ગરાળ ગામના લોકોની સાથે સંવાદ સાધ્યો.

ખોરવાયેલી સેવાઓ ફરીવાર પૂર્વવત થશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પરથી પ્રજાને સંબોધતી વખતે વાવાઝોડાને કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરી છે. 16 અને 17મી મેએ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે. પુખ્ત વયની વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આજ સાંજ સુધીમાં વીજપુરવઠો હોય કે ટ્રાન્સપોર્ટેશન સેવા, મોબાઇલ ટાવર અને રસ્તાઓ જે પણ સેવાઓ અને ગતિવિધિઓ બંધ છે તમામ સેવાઓ પૂર્વવત થઇ જશે, એવો રૂપાણીએ દાવો કર્યો છે.

વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં આજ સાંજ સુધીમાં ખોરવાયેલી સેવાઓ પૂર્વવત થશે.
વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં આજ સાંજ સુધીમાં ખોરવાયેલી સેવાઓ પૂર્વવત થશે.

કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે પણ સહાય જાહેર કરી
વાવાઝોડામાં મૃત્યુ પામનારા નાગરિકોના પરિવાર માટે કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે પણ સહાય જાહેર કરી છે. મૃતકોનાં પરિવારજનોને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ બાદ હવે ગુજરાત સરકાર તરફથી પણ ચાર લાખની સહાય મળશે, એટલે કે રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલી વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે. આ ઉપરાંત વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર પણ 50 હજારની સહાય કરશે. કેન્દ્ર સરકાર તરફથી 50 હજાર અને રાજ્ય સરકાર તરફથી 50 હજાર એમ વાવાઝોડાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને કુલ 1 લાખની સહાય મળશે.

કેળાં અને નારિયેળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું.
કેળાં અને નારિયેળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું.

વાવાઝોડામાં કોઈ મોટી નુકસાની કે જાનહાનિ ન થઈ
મુખ્યમંત્રીએ આ તાઉ-તે વાવાઝોડાની વિપદામાંથી રાજ્ય સરકારના વણથક પરિણામકારી પગલાં અને જનતાજનાર્દનની જાગરૂકતાને પરિણામે આપણે આ આફતમાંથી સાંગોપાંગ પાર ઊતર્યા છીએ અને કોઇ મોટી નુકસાની કે જાનહાનિ થઇ નથી, એની વિસ્તૃત વિગતો રાજ્યના પ્રજાજનોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી સંબોધન કરતાં આપી હતી.

અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને આજથી કેશડોલ્સ ચૂકવાશે
અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને આજથી કેશડોલ્સ ચૂકવાશે

સરકારના તમામ વિભાગના અથાક પરિશ્રમ
વિજય રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે આ તાઉ-તે વાવાઝોડાનો આપણે મક્કમતાથી મુકાબલો કર્યો છે. આ માટે રાજ્ય સરકારના તમામ વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓ તથા મંત્રીઓનો અથાગ પરિશ્રમ અને આગવી સૂઝ પણ પૂરક નીવડ્યાં છે એ માટે પણ ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે.

ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા પૂર્વવત.
ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા પૂર્વવત.

ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા પૂર્વવત
મુખ્યમંત્રીએ ગુજરાત કદી ન “ઝૂક્યું છે કે ન રોકાયું છે” વિકાસના માર્ગે પૂર્વવત આગળ વધવાનો આપણા સંકલ્પની આગવી ખુમારી ધરાવે છે એનું સ્મરણ કરતાં કહ્યું હતું કે આ વખતે પણ વાવાઝોડું પસાર થયાના ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા વગેરેની પરિસ્થિતિ પૂર્વવત કરવા રાજ્ય સરકારનું તંત્ર સતત પરિશ્રમરત થયું છે અને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાના આયોજનબદ્ધ પ્રયાસો શરૂ થયા છે.

અન્ય સમાચારો પણ છે...