સરકારની ઉજવણી:ગુજરાતમાં CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલના આગામી મહિને 5 વર્ષ પૂરા થશે, 1 થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઉજવણી

3 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય વ્યાપી ઉજવણીની માહિતી આપી

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને આગામી ઓગસ્ટ માસમાં 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉજવણી સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીની માહિતી આપી હતી. ઉજવણી 1 ઓગસ્ટથી શરૂ થશે અને 9 ઓગસ્ટે પૂરી થશે.

9મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને આગામી ઓગસ્ટમાં 5 વર્ષ પૂર્ણ થશે. સૌનો સાથ સૌના વિકાસના ભાગ સ્વરૂપ 5 વર્ષની ઉજવણી નહીં લોકોની જનભાગીદારી, જન ઉપયોગી કાર્યો અને સેવાઓ અને વ્યવસ્થિત કાર્યક્રમ એટલે કે વધુ સઘન વધુ સક્રિય બનાવીને ગુજરાતના વિકાસની પ્રક્રિયાને આગળ લઈ જવા પહેલી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.

રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમ

ક્યારેઉજવણીનો કાર્યક્રમ
1 ઓગસ્ટજ્ઞાનશક્તિ દિવસ
2 ઓગસ્ટસંવેદના દિવસ
4 ઓગસ્ટનારી ગૌરવ દિવસ
5 ઓગસ્ટકિસાન સન્માન દિવસ
6 ઓગસ્ટરોજગાર દિવસ
7 ઓગસ્ટવિકાસ દિવસ
8 ઓગસ્ટશહેરી જન સુખાકારી દિવસ
9 ઓગસ્ટવિશ્વ આદિવાસી દિવસ
અન્ય સમાચારો પણ છે...