તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
ડભોઈથી ચાણોદ વચ્ચેના નવા રેલટ્રેક પર ટ્રેનની સ્પીડ ટ્રાયલ યોજાશે, જેને પગલે લોકોને ટ્રેકથી દૂર રહેવા સૂચના આપી છે. મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....
સેન્સેક્સ | 45,079.55 | +446.90 |
ડોલર | રૂ.73.78 | -0.14 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | રૂ.51,000 | -200 |
આ 4 ઘટના પર રહેશે નજર
1) મુખ્યમંત્રી રૂપાણી ઉમરપાડા-ડેડિયાપાડા તાલુકામાં તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન સિંચાી યોજનાના ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
2) ડભોઇથી ચાણોદ વચ્ચેના નવા રેલટ્રેક પર ટ્રેનની સ્પીડ ટ્રાયલ, લોકોને ટ્રેકથી દૂર રહેવા સૂચના
3) મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે.
4) વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કરોડો રૂપિયાના વિકાસનાં કામોને મંજૂરી અપાશે.
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) દિવ્યભાસ્કરે કર્યો ચાર મહાનગરની બ્લુ પ્રિન્ટનો અભ્યાસ, 3.55 લાખ લોકોની યાદી તૈયાર
કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા અંગે દિવ્યભાસ્કરે ગુજરાતનાં ચાર મુખ્ય શહેર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન અમદાવાદ જિલ્લાના 2.75 લાખ લોકો સહિત 3 લાખ 55 હજારથી વધુ લોકોની યાદી તૈયાર થઈ ગઈ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
2) નસવાડીમાં લિંડા સ્કૂલના આચાર્યની છરાના ઘા મારીને શિક્ષકે હત્યા કરી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની પ્રાથમિક શાળાના શિક્ષકે હત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
3) ગુજરાતની રૂપાણી સરકાર પીવાના પાણીના પણ ભાવ વધારશે, માર્ચથી નર્મદાનું પાણી મોંઘું થઈ જશે
ગુજરાતની રૂપાણી સરકારે હવે નર્મદાના પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના ભાવમાં વધારો કરી રહી છે, જેમાં માર્ચ 2021થી પીવાના પાણીમાં 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં રૂ. 3.13નો વધારો થશે.
વાંચો સમાચાર વિગતવાર
4) વડનગર-વીસનગર હાઈવે પર મલેકપુર ચોકડી પાસે ટ્રકે એક્ટિવાને અડફેટે લીધું, ત્રણનાં ઘટનાસ્થળે જ મોત
મહેસાણાના વડનગર-વીસનગર હાઈવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ત્યાર બાદ મૃતકોનાં પરિવારજનો પહોંચતાં માહોલ ગમગીન બન્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
5) સુરેન્દ્રનગરના આ લગ્નએ ગુજરાતીઓનાં દિલ જીત્યાં, પતિને વ્હીલચેર પર દોરી કન્યાએ લીધા સાત ફેરા
ગત 30 નવેમ્બરે સુરેન્દ્રનગરના ગાયત્રી મંદિરમાં યોજાયેલા એક લગ્નએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે તેમજ લગ્નવિધિનો એક વિડિયો પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક દિવ્યાંગ યુવકને વ્હીલચેર બેસાડી એક યુવતી ફેરા ફરતી જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, વ્હીલચેરને કન્યા જ ધક્કો મારીને ફેરા ફરી હતી.
વાંચો સમાચાર વિગતવાર
સૌપ્રથમ જોઈએ, બજાર શું કહે છે
-બીએસઈનું માર્કેટ કેપ 179.48 લાખ કરોડ રૂપિયા રહ્યું. લગભગ 52% કંપનીઓના શેરોમાં વધારો રહ્યો.
-3069 કંપનીના શેરોમાં ટ્રેડિંગ થયું. તેમાં 1606 કંપનીના શેર વધ્યા અને 1286 કંપનીના શેર તૂટ્યા
આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એસ. એસ. લખવાલે કહ્યું છે કે આજે કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં વડાપ્રધાન મોદીનાં પૂતળાં સળગાવવામાં આવશે.
-ચંડીગઢમાં આજે શહેરનાં 5 સ્થળે મેડિકલ ટીમ કોરોના સંક્રમણના શંકાસ્પદ દર્દીઓનો ટેસ્ટ કરશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.