બર્થ ડે / CM રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ, સુરત પહોંચી કોરોના નિયંત્રણની કામગીરીની સમિક્ષા કરશે

CM Rupani will visit Surat on his 64th birthday, to review the corona control operations
X
CM Rupani will visit Surat on his 64th birthday, to review the corona control operations

  • આત્મનિર્ભર ગુજરાત પેકેજ અન્વયે રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ વિતરણ કરશે
  • રાજકોટમાં 71માં વન મહોત્સવનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 10:37 PM IST

અમદાવાદ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પોતાના 64માં જન્મદિવસે સુરતમાં કોરોના સંક્રમણ-નિયંત્રણ-સારવારની સમીક્ષા અને સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સુરતની મુલાકાતે જશે.

આ પહેલા રવિવારે સવારે 10: 30 વાગ્યે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા 71માં વન મહોત્સવનો રાજકોટ ખાતે પ્રારંભ કરાવશે. તેમજ આત્મનિર્ભર ગુજરાત પેકેજ અન્વયે નાના રોજગાર ધંધો કરનારા લોકોને રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા અપાનારા રૂ. 100 કરોડના લોન સહાય ચેકનું વર્ચ્યુઅલ વિતરણ ગાંધીનગરથી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી કરશે. મુખ્યમંત્રીની સાથે સુરતની મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન પણ જોડાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે પણ મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો જન્મદિવસ પૂર-આપત્તિગ્રસ્તોની વચ્ચે તેમના બચાવ સહાય કાર્યોમાં 5 દિવસ બનાસકાંઠામાં રહીને મનાવ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી