CM રૂપાણીની જાહેરાત:રાજ્યમાં ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તૈયાર થશે, NOC ઓનલાઈન મળશે, બીયુ વખતે જ સર્ટિફિકેટ લેવું પડશે, 26 જાન્યુઆરીથી અમલ થશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરાશે
  • બી.યુ વખતે ફાયર સેફટી પ્રમાણપત્ર લેવું પડશે
  • નવા બનેલા બિલ્ડીંગ્સ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ- NOC ત્રણ વર્ષ માટે માન્ય રહેશે.
  • રેગ્યુલરાઇઝેશન બિલ્ડીંગના કિસ્સામાં બે વર્ષની મૂદત માટે FIRE NOC માન્ય
  • બિલ્ડીંગની ડિઝાઇન-વિકાસ પરવાનગી વખતે જ ફાયર સેફ્ટી પ્લાન મંજૂર કરાવવો પડશે

રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કહ્યું કે, ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરાશે. તેમજ ફાયર સર્વિસને વધુ સુદ્ધઢ બનાવવા માટે ચાર ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. ફાયર સર્વિસના નવા નિયમોનો 26મી જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા ફાયર સેફ્ટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફ્ટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે
રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારકિર્દી ઘડીને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યૂઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013ની કલમ-12ની જોગવાઇ મુજબ કરવામાં આવશે.

છ મહિને રિન્યૂઅલ કરાવવાની સેવાઓ ઝડપી બનશે
મુખ્યમંત્રી રૂપાણીના આ નિર્ણયને પગલે રાજ્યમાં મોટા પ્રમાણમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર NOC તથા દર છ મહિને રિન્યૂઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે. એટલું જ નહીં, આવા મિલ્કત માલિકો, કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે.

NOC, રિન્યૂઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફ્ટી ઓન ફિંગર ટીપ મળશે
ફાયર NOC લેવા માટે લોકોને કચેરીઓમાં જવુ જ ન પડે તે માટે પારદર્શિતા લાવવા ફાયર સેફ્ટી કોપ-ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિકસાવવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે. આ પોર્ટલ પર નવા ફાયર સેફટી NOC, રિન્યૂઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફ્ટી ઓફિસરની માહિતી સહિતની વિગતો સરળતાથી ઓન ફિંગર ટીપ મળતી થશે.
આ આખીયે ઓનલાઇન પોર્ટલ વ્યવસ્થાને કોમ્પ્લેક્સિટી નહિ સિમ્પલિસિટી-સરળ અને સહજ તથા આખા રાજ્યમાં એકસમાન સૂત્રતા વાળી બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

નવા બિલ્ડીંગ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ-3 વર્ષ માટે માન્ય
ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય માણસને પણ સમજાય અને તે પોતાની જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ કર્યુ છે. આવા જે પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ-3 વર્ષ માટે માન્ય રહેશે. રિન્યૂઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે.

બિલ્ડિંગની ડિઝાઈન-વિકાસ પરવાનગી વખતે જ ફાયર સેફ્ટીની મંજૂરી લેવી પડશે

1. ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા એન્જિનીયરને જરૂરી તાલીમ પછી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ખાનગી પ્રેક્ટિસ માટે સરકાર મંજૂરી આપશે. આથી સ્થાનિક વહીવટી તંત્રમાં ફાયર સેફ્ટી, એનઓસી, રિવ્યુઅલની કામગીરીનું વધુ પડતું ભારણ ઓછું થશે.

2. કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળા-કોલેજ, હોસ્પિટલ, બહુમાળી મકાન, ઓદ્યોગિક એકમોને ફાયર એનઓસી તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવા ઝડપથી મળશે. એટલું જ નહીં વિના વિલંબે મળશે. મિલકત માલિકો પોતાની પસંદગીના ફાયર સેફ્ટી ઓફિસરની સેવા લઈ શકશે.

3. ફાયર એનઓસી લેવા માટે કચેરીએ ધક્કા ખાવાના રહેશે નહીં. રાજ્ય સરકાર ફાયર સેફ્ટીઓ-ફાયર સેફ્ટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિક્સાવશે. આ પોર્ટલ પરથી સેફ્ટી એનઓસી, રિન્યુઅલ, ઓનલાઈન પેમેન્ટ અને ફાયર સેફ્ટી ઓફિસર સહિતની તમામ માહિતી મળી રહેશે.

4. ઓનલાઈન ભરવાના ફોર્મ, અરજી, પ્રમાણપત્રો બધુ જ સામાન્ય માણસને પણ સમજાય અને જાતે એપ્લાય કરી શકે એ રીતે તેનું સરલીકરણ કરાયું છે. નવા બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ 3 વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રહેશે.

5. ડેવલોપરે બાંધકામની પરવાનગી વખતે જ ફાયર સેફ્ટી પ્લાનની મંજૂરી લેવી પડશે. બાંધકામ પૂરું થયા પછી ફાયર સેફ્ટી પ્રમાણપત્ર અને ત્યારપછી અગ્નિશમન વ્યવસ્થા વગેરે ચકાસ્યા પછી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂ થશે. સમયાંતરે ઇન્સ્પેક્શન પણ કરાતું રહેશે.

6. ફાયર સેફ્ટી ઓફિસર જે ફાયર એનઓસી રિન્યૂ કરે તેનું રેન્ડમ ચકાસણી કરશે. પ્રમાણપત્ર આપતા પહેલા બધા જ પેરામીટર ધ્યાનમાં લેવાયા છે કે નહીં તે ચકાસશે. જો તેમાં ચૂક જણાશે તો ફાયર સેફ્ટી ઓફિસરની સાથે બિલ્ડર, કબજેદાર સામે પણ દંડનીય કાર્યવાહી કરાશે.

કોઈ ચૂક થશે તો ફાયર સેફ્ટી ઓફિસર સાથે માલિક કે બિલ્ડર સામે કાર્યવાહી
FSO જે મકાનો-બિલ્ડીંગોનું ફાયર NOC રિન્યુ કરે તેની રેન્ડમ તપાસ ફાયર ઓફિસર કરીને એ સુનિશ્ચિત કરશે કે એ પ્રમાણપત્ર આપતા પહેલાં બધા જ સેફટી પેરામિટર ધ્યાનમાં લેવાયા છે કે નહીં. જો એમાં કોઇ ચૂક થયેલી જણાશે તો ફાયર સેફ્ટી ઓફિસર સાથો સાથ ઓનર બિલ્ડર, કબજેદાર સામે પેનલ્ટી-દંડનીય કાર્યવાહી પણ સરકાર કરશે.

અન્ય સમાચારો પણ છે...