તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
આજે પ્રકાશનું પર્વ દિવાળી, દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવશે. કોરોનાને કારણે દિવાળી પર્વ નિમિત્તે મંદિરોમાં ઓનલાઇન ચોપડાપૂજન, લેપટોપ અને હાર્ડ ડિસ્ક સહિતનાં ઉપકરણોની પૂજા કરાશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....
સેન્સેક્સ | 43,443.00 | +85.81 |
ડોલર | રૂ.74.60 | -0.5 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | રૂ.52,800 | +300 |
આ 4 ઘટના પર રહેશે નજર
1) મુખ્યમંત્રી રૂપાણી હોમટાઉન રાજકોટમાં દિવાળીની ઉજવણી કરશે, સવારે આવશે અને મોડી રાત્રે ગાંધીનગર રવાના થશે.
2) આજે પ્રકાશનું પર્વ દિવાળી, દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવશે
3) કોરોનાને કારણે દિવાળી પર્વ નિમિત્તે મંદિરોમાં ઓનલાઈન ચોપડાપૂજન, લેપટોપ અને હાર્ડ ડિસ્ક સહિતનાં ઉપકરણોની પૂજા કરાશે
4) અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાતના 8થી 10 દરમિયાન આતશબાજી અને ફટાકડા ફૂટશે
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) વડોદરામાં 21 કરોડના સોના-ચાંદીના વેચાણનો અંદાજ, રાજકોટ, અમદાવાદ, સુરતમાં ખરીદીમાં 50 ટકા જેટલો ઘટાડો
ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા છે, ત્યારે રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લોકોએ સોના-ચાંદીની ખરીદી કરી શુકન સાચવ્યું હતું. વડોદરામાં 18 કરોડનું સોનું અને રૂપિયા 3 કરોડની ચાંદી વેચાયાં છે, જ્યારે સુરત, અમદાવાદ અને રાજકોટમાં સોના-ચાંદીની ખરીદીમાં 50 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
2) અમદાવાદમાં અપર મિડલ ક્લાસની ઓનલાઇન દિવાળી, ગરીબો બજારમાં ફરીને જતા રહે છે
કોરોના મહામારી વચ્ચે દિવાળીને લઇ બે પ્રકારનો ટ્રેન્ડ અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે. આ દિવાળી ગરીબ અને ઉચ્ચ મધ્યમ વર્ગ એમ બે વર્ગમાં વહેંચાઈ ગઈ છે, જેમાં અપર મિડલ ક્લાસ મહામારીથી બચવા માટે ઓનલાઇન ખરીદી તરફ વળ્યો છે, જ્યારે બીજો ગરીબ વર્ગ છે, જે બજારોમાં ખરીદી કરવા આવી રહ્યો છે, પરંતુ આ વખતે આર્થિક સ્થિતિ એ હદે કથળી છે કે તે બજારમાં આવીને ભીડ તો કરે છે, પરંતુ પોતાના બજેટમાં કંઇ ખરીદી શકતો નથી.
વાંચો સમાચાર વિગતવાર
3) દિવાળીએ પેંડાના કરોડોના થતા ટર્નઓવરમાં આ વર્ષે 70 ટકાનો ફટકો, ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાથી પેંડા વિદેશ જતા નથી
વિશ્વભરના લોકોની દાઢે વળગેલા રાજકોટના પેંડાને આ વર્ષે કોરોના મહામારીએ ગ્રહણ લગાવી દીધું છે. દર દિવાળીએ વેપારીઓ અગાઉથી જ પેંડાનો સ્ટોક કરી રાખતા, પરંતુ આ વર્ષે વેપારીઓ ઓર્ડર મુજબ જ પેંડા બનાવી રહ્યા છે. દર વર્ષે દિવાળીએ કરોડોના થતા ટર્નઓવરમાં આ વર્ષે 70 ટકાનો ફટકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી વિદેશ પેંડા જતા બંધ થયા છે.
વાંચો સમાચાર વિગતવાર
4) PM મોદીએ જામનગર આયુર્વેદિક યુનિ.ને રાષ્ટ્રીય દરજ્જો આપ્યો
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ-લોકાર્પણ કર્યું હતું તેમજ આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપ્યો હતો. PM મોદીએ જણાવ્યું કે દરેક ભારતીય લોકો માટે ગર્વની વાત છે કે WHOના વડાએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે દુનિયામાં માત્ર ભારતની પસંદગી કરી છે. હવે ભારતમાંથી દુનિયા આ દિશામાં કામ કરશે.
વાંચો સમાચાર વિગતવાર
5) વંથલીના સુખપુરના પરિવારની 5 લાખની વસ્તુ સાથેની બેગ 60 વર્ષના વૃદ્ધને મળતાં પરિવારને પરત કરી
જૂનાગઢ જિલ્લાના વંથલીના સુખપુરના પરિવારની સોનું, રોકડ સહિત 5 લાખની વસ્તુ સાથેની બેગ બાઈક પરથી પડી જતાં પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન આ બેગ 60 વર્ષના વૃદ્ધને મળતાં તેણે આ બેગ પોલીસને સોંપી હતી, જેથી પોલીસે વંથલીના પરિવારને જાણ કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ધનતેરસના દિવસે ખોવાયેલું ધન મૂળ માલિકને પરત કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર
બજારની હલચલ
અને દેશમાં આજે...
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.