તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMની તબિયત સારી:સભા સંબોધતી વખતે બીપી લો થઈ જતાં રૂપાણીને અચાનક ચક્કર આવ્યા; સ્ટેજ પર ઢળી પડ્યા; હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ આવ્યા; હોસ્પિટલમાં તમામ રિપોર્ટ નોર્મલ

અમદાવાદ17 દિવસ પહેલા
વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમને કારણે મુખ્યમંત્રીનું બીપી લૉ થઈ ગયું હતું.
 • ડોક્ટરે સારવાર આપતાં મુખ્યમંત્રી સ્વસ્થ થયા હતા
 • મુખ્યમંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર લોકોનું અભિવાદન કર્યું
 • મુખ્યમંત્રીની યુ.એન. મહેતા હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી
 • લવ-જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે એ ચલાવવાના નથીઃ મુખ્યમંત્રી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચારજંગમાં ઊતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. જો કે કોઈ અફવા પર ધ્યાન ન આપશો. મુખ્યમંત્રીની તબિયત હવે સારી છે. તેમનું બીપી લૉ થયું હતું. ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. જેને પગલે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તમને ચક્કર આવ્યા હતાં.

મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું કે મુખ્યમંત્રી રૂપાણી હાલત સંપૂર્ણપણે સ્વસ્થ છે. સ્વાસ્થ્ય સંબંધી વિવિધ રીપોર્ટ કરતા તે સર્વ સામાન્ય જણાઇ આવ્યા છે. દસ કરતાં વધુ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા મુખ્યમંત્રીની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યુ.એન.મહેતામાં પહોંચ્યા
વડોદરા એરપોર્ટથી રૂપાણી અમદાવાદ આવવા આવ્યા હતાં. મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા.કાફલામાં બે એમ્બ્યુલન્સ રાખવામા આવી હતી. તેમની સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ એરપોર્ટથી યુ.એન મહેતા હોસ્પિટલમાં સાથે જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી યુ.એન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવશે. એરપોર્ટથી નીકળ્યા ત્યારે હાથ બતાવી અભિવાદન પણ કર્યું. જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં ડોકટરોની ટીમને તૈયાર રાખવામાં આવી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હોસ્પિટલમાં હાજર છે.

પીએમ મોદીએ સીએમના ખબર પૂછી આરામ કરવાની સલાહ આપી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી છે. વડાપ્રધાને મુખ્યમંત્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી છે.

વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશુંઃ મુખ્યમંત્રી
આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના ના નથી. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદાની ચર્ચાઓ ઉઠી રહી છે.

મુખ્યમંત્રીને ચાલુ સભામાં ચક્કર આવતા સિક્યુરિટી ગાર્ડે સંભાળ્યા હતા
મુખ્યમંત્રીને ચાલુ સભામાં ચક્કર આવતા સિક્યુરિટી ગાર્ડે સંભાળ્યા હતા

લાલચ-છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે, જોકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કાયદેસર પગલાં ભરવા માગે છે, હાલના ધર્મપરિવર્તનના કાયદામાં લવ-જેહાદનો દૃષ્ટિકોણ ઉમેરીને એને વધુ મજબૂત કરવા માગે છે.

થાક અને તણાવના કારણે મુખ્યમંત્રીનું બીપી લૉ થયાની શક્યતા છે.
થાક અને તણાવના કારણે મુખ્યમંત્રીનું બીપી લૉ થયાની શક્યતા છે.

રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા બાબતોના વિભાગને યુપી અને મધ્યપ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલા લવ-જેહાદવિરોધી કાયદાનો અભ્યાસ કરવા અને એની કાયદેસરતા તપાસવા માટે જણાવ્યું છે. રાજ્ય સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય એ પહેલાં રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.

સભા બાદ મુખ્યમંત્રી તુરંત જ વડોદરાથી અમદાવાદ જવા નીકળ્યા હતા.
સભા બાદ મુખ્યમંત્રી તુરંત જ વડોદરાથી અમદાવાદ જવા નીકળ્યા હતા.

લવ જેહાદ શું છે?

 • લવ જેહાદની કથિત પરિભાષ કંઈક એવી છે કે મુસ્લિમ યુવક બિન મુસ્લિમ યુવતીને પ્રેમના જાળમાં ફસાવે છે. જે બાદ તેનું ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરે છે.
 • 2009માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ UK અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.
 • તિરુવનંતપુરમ (કેરળ)માં સપ્ટેમ્બર 2009માં શ્રીરામ સેનાએ લવ જેહાદ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવ્યા હતા. ઓક્ટોબર 2009માં કર્ણાટક સરકારે લવ જેહાદને ગંભીર મુદ્દો ગણાવતા CID તપાસના આદેશ આપ્યા કે જેથી તેની પાછળ સંગઠિત ષડયંત્રની ભાળ મેળવી શકાય.
 • સુપ્રીમ કોર્ટે આ મામલે NIAની તપાસ પણ કરાવી હતી, જ્યારે એક હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્યા કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. યુવતીના પિતાએ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ થવા માટે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તપાસમાં કંઈ બહાર ન આવ્યું અને યુવતીએ પોતે જ સુપ્રીમ કોર્ટમાં જઈને પોતાની પ્રેમ કહાની વર્ણવી હતી.

હાલ અચાનક લવ જેહાદ પર કાયદાની ચર્ચા કેમ થઈ રહી છે?

 • અલ્હાબાદ હાઈકોર્ટે 29 સપ્ટેમ્બરે નવપરણિત દંપતીને પોલીસ સુરક્ષા આપવાનો ઈનકાર કરી દીધો હતો. મહિલા જન્મથી મુસ્લિમ હતી અને તેને 31 જુલાઈએ પોતાના લગ્નના એક મહિલા પહેલાં હિંદુ ધર્મ અપનાવ્યો હતો.
 • હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના એક આદેશનો અહેવાલ ટાંકતા કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિને તે ધર્મ અંગે કોઈ જ જાણકારી નથી કે તેના પર તેનો વિશ્વાસ પણ નથી તો માત્ર લગ્ન માટે તેના ધર્મ પરિવર્તનને સ્વીકારી ન શકાય.

કેન્દ્ર સરકારનું લવ જેહાદ અંગે શું કહેવું છે?

 • ફેબ્રુઆરીમાં સાંસદ બેન્ની બેહનને લોકસભામાં સરકારને પૂછ્યું હતું કે કેરળમાં લવ જેહાદના મામલાઓ અંગે તેમનું શું કહેવું છે? શું તેઓએ આવા કોઈ કેસની તપાસ કરી છે?
 • જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 25 લોક વ્યવસ્થા, સદાચાર અને સ્વાસ્થ્યના શર્તાધીન ધર્મને અપનાવવા, તેનું પાલન કરવા અને તેના પ્રસાર કરવાની મંજૂરી આપે છે.
 • એમ પણ કહ્યું કે હાલના કાયદામાં લવ જેહાદ શબ્દને પરિભાષિત નથી કરવામાં આવ્યો. કોઈ પણ કેન્દ્રીય એજન્સીએ લવ જેહાદના કોઈ મામલાની જાણકારી આપી નથી. NIAએ કેરળમાં આંતરધર્મ લગ્નના બે મામલાની તપાસ કરી છે.

સુપ્રીમ કોર્ટ ધર્મ પરિવર્તન અંગે શું કહે છે?

 • ભારતના બંધારણના આર્ટિકલ-25 મુજબ ભારતમાં પ્રત્યેક વ્યક્તિને કોઈ પણ ધર્મ માનવાની, આચરણ કરવાની તથા ધર્મ પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. આ અધિકાર તમામ ધર્મોના નાગરિકોને સમાંતર દરે મળે છે.
 • કોર્ટે અંતઃકરણ કે કોન્શિયન્સની વ્યખ્યા પણ ધાર્મિક આઝાદીથી સ્વતંત્ર રીતે કરી છે. એટલે કોઈ વ્યક્તિ નાસ્તિક છે, તો તેને પોતાના કોન્શિયન્સથી આ પ્રકારનો અધિકાર છે. તેને કોઈ પરાણે કોઈ પણ ધર્મનું પાલન કરવાનું ન કહી શકે.
 • સુપ્રીમ કોર્ટની બંધારણ બેંચે 1975માં ધર્મ પરિવર્તનના મુદ્દે આ અંગેની સુયોગ્ય રીતે વ્યાખ્યા કરી છે. આમ તો, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની હાઈકોર્ટે ધર્મ પરિવર્તન વિરૂદ્ધ બનેલા કાયદા પર અલગ અલગ ચુકાદાઓ સંભળાવ્યા હતા.
 • મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો તો તેઓએ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું અને કહ્યું કે દગાથી, લાલચ કે દબાણ કરીને ધર્મ પરિવર્તન કરાવવું તે વ્યક્તિન કોન્શિયન્સના અધિકારોનું ઉલ્લંઘન છે. તેને પોતાની કોન્શિયન્સ વિરૂદ્ધ જઈને કંઈ પણ કરવા માટે મજબૂર ન કરી શકાય.
 • સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પબ્લિક ઓર્ડરને બનાવી રાખવાનો રાજ્યોનો અધિકાર છે. પરાણે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તો તે વાત કાયદો વ્યવસ્થા માટે ખતરારૂપ છે. રાજ્ય પોતાની વિવેકથી કાયદા-વ્યવસ્થા કાયમ રાખવા માટે આવશ્યક કાયદો બનાવી શકે છે.

શું રાજ્યમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો શક્ય છે?

 • આ મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સ્પષ્ટ કરી ચુક્યા છે ધર્મ પરિવર્તન સ્વેચ્છાથી અને વગર કોઈ લાલચે કે લાભ વગરનો હોવો જોઈએ. આ વાતને આધાર બનાવીને ભાજપ શાસિત ચાર રાજ્ય પ્રેમ અને લગ્નના બહાને કોઈ વ્યક્તિ કે ઈસ્લામ કે કોઈ અન્ય ધર્મમાં પરિવર્તન વિરૂદ્ધ કાયદો બનાવવાની વાત કરી રહ્યાં છે.
 • સુપ્રીમ કોર્ટના આદેશને જોતા સ્પષ્ટ છે કે કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા રાજ્ય સરકારની જવાબદારી છે. જો રાજ્ય તે પુરવાર કરે કે કાયદા-વ્યવસ્થાને બનાવી રાખવા માટે લવ જેહાદ વિરૂદ્ધ કાયદો જરૂરી છે તે તેઓ બનાવી પણ શકે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ 1975નું વલણ અપનાવે છે કે કે કોઈ નવી વ્યવસ્થા ઊભી કરે છે, તે ભવિષ્યમાં સ્પષ્ટ થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો