તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • CM Rupani Held 7 Public Programs In Last 5 Days, Came In Contact With Leaders Including CR Patil, Nitin Patel, Pradipsinh, Bhupendrasinh, Waghani And Saints Of BAPS

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં ફફડાટ:CM રૂપાણીએ છેલ્લા 5 દિવસમાં 7 જાહેર કાર્યક્રમ કર્યા, સી.આર.પાટીલ, નીતિન પટેલ, પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ, વાઘાણી સહિતના નેતાઓ અને BAPSના સંતોના સંપર્કમાં આવ્યા

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
14 ફેબ્રુઆરીએ વડોદરામાં પ્રચાર સભા ગજવી હતી - Divya Bhaskar
14 ફેબ્રુઆરીએ વડોદરામાં પ્રચાર સભા ગજવી હતી
 • ભીડ તમે બોલાવો, નિયમ તમે તોડો, માસ્ક વિના તમારા નેતા ફરે... અને કોરોના રોકવાની જવાબદારી જનતાની... આ યોગ્ય નથી સરકાર!
 • વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા

વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. ત્યારે છેલ્લા ચારેક દિવસમાં મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર માટે સભાઓ ગજવી હતી. આ દરમિયાન તેમની સાથે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સહિત સંતો પણ સંપર્કમાં આવ્યા હતાં.
રૂપાણીએ છેલ્લા 5 દિવસમાં 7 જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો
ગઈકાલે રવિવારે મુખ્યમંત્રીએ વડોદરામાં કારેલી બાગ ખાતેના મહેસાણાનગર ચાર રસ્તા પાસે સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્ય યોગેશ પટેલ સહિત વડોદરાના અગ્રણી કાર્યકરો હતાં. તેમણે છેલ્લા પાંચ દિવસમાં 7 જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. 10 ફેબ્રુઆરીએ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના આગેવાનો અને મંત્રીઓ હાજર હતાં. જેમાં ગત 11 તારીખે અમદાવાદમાં સંકલ્પગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.

11 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સંકલ્પ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો
11 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સંકલ્પ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો

12મી ફેબ્રુઆરીએ તેમણે ભાવનગરમાં બે સભાઓ ગજવી હતી. ત્યાર બાદ 13મી ફેબ્રુઆરીએ તેમણે અમદાવાદમાં BAPSમાં રામ મંદિરના નિર્માણ માટેના અનુદાન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરીજી મહારાજ પણ તેમના સંપર્કમાં આવ્યાં હતાં. 14મી ફેબ્રુઆરીએ તેમણે જામનગરની મુલાકાત દરમિયાન ચૂંટણી પ્રચાર અર્થે સભાઓ ગજવી હતી. અંતે વડોદરામાં કારેલીબાગ ખાતેની સભામાં તેમની તબિયત લથડી હતી.
મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે.

12મી ફેબ્રુઆરીએ ભાજપના મંત્રીઓ અને નેતાઓની સાથે પ્રચાર સભામાં ભાગ લીધો હતો
12મી ફેબ્રુઆરીએ ભાજપના મંત્રીઓ અને નેતાઓની સાથે પ્રચાર સભામાં ભાગ લીધો હતો
12મી ફેબ્રુઆરીએ ઘોઘા જકાતનાકા, ભાવનગર ખાતે સભા સંબોધિત કરી હતી
12મી ફેબ્રુઆરીએ ઘોઘા જકાતનાકા, ભાવનગર ખાતે સભા સંબોધિત કરી હતી

મુખ્યમંત્રી એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે: નીતિન પટેલ
મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબિયત સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે. મુખ્યમંત્રીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી.

14 ફેબ્રુઆરીએ જામનગરમાં પ્રદેશ પ્રમુખ અને સાંસદ સહિત રૂપાણી સાથે પ્રચાર સભામાં જોડાયા હતા.
14 ફેબ્રુઆરીએ જામનગરમાં પ્રદેશ પ્રમુખ અને સાંસદ સહિત રૂપાણી સાથે પ્રચાર સભામાં જોડાયા હતા.

BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગના એક સંત ક્વોરેન્ટીન
13મી ફેબ્રુઆરીએ અમદાવાદ શાહીબાગ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટેના અનુદાન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સિંગની પૂરતી તકેદારી અને વ્યવસ્થા સાથે જ કરવામાં આવ્યો હતો. આથી અન્ય કોઈ વ્યક્તિ માટે ચિંતાજનક બાબત નથી. જ્યારે રૂપાણી શાહીબાગ મંદિરે પધાર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા સંસ્થાના એક સંત આનંદસ્વામી નજીક ગયા હતા. તેમને હાલ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા હોવાનું શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના સાધુ અક્ષરવત્સલ સ્વામીએ DivyaBhaskarને જણાવ્યું છે.

13મી ફેબ્રુઆરીએ તેમણે અમદાવાદમાં BAPSમાં રામ મંદિરના નિર્માણ માટેના અનુદાન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લીધો
13મી ફેબ્રુઆરીએ તેમણે અમદાવાદમાં BAPSમાં રામ મંદિરના નિર્માણ માટેના અનુદાન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લીધો

રૂપાણીના સંપર્કમાં આવેલા નેતાઓ અને મંત્રીઓ​​​

નામહોદ્દો
સી.આર.પાટીલભાજપના પ્રદેશ પ્રમુખ
નીતિન પટેલનાયબ મુખ્યમંત્રી
પ્રદીપસિંહ જાડેજાગૃહરાજ્ય મંત્રી
આર.સી.ફળદુકેબિનેટ મંત્રી
પૂનમ માડમજામનગરના સાંસદ
વિભાવરી બેન દવેકેબિનેટ મંત્રી
યોગેશ પટેલમંત્રી
ગોરધન ઝડફિયાભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ
રાવજીભાઈ પંડ્યાભાવનગર શહેરના ભાજપના પ્રમુખ
વિસુબેન ત્રિવેદીભાજપના નેતા
સુરેન્દ્ર પટેલભાજપના કોષાધ્યક્ષ
ગોવિંદદેવગિરિજી મહારાજરામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી

વિજયભાઈ સૂચના આપવી હોય તેમની સાથે મોબાઇલથી સંપર્કમાં છે : પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે મુખ્યમંત્રીનો ચાર્જ આપવાનો કોઇ પ્રશ્ન નથી. જેમને સૂચના આપવી હોય કે પરામર્શ કરવો હોય તેમની સાથે વિજયભાઇ મોબાઇલ પર સંપર્કમાં રહે છે. સવારે પણ અમે તેમની સાથે વાત કરી છે. વડાપ્રધાને પણ તેમની સાથે વાત કરી છે. સામાન્યપણે મુખ્યમંત્રીની અનુપસ્થિતિમાં તેમનો ચાર્જ નાયબ મુખ્યમંત્રીને સોંપાય છે. જો કે 2018માં રૂપાણી 6 દિવસ ઇઝરાયલ પ્રવાસે ગયા ત્યારે પણ તેમણે પટેલને આ ચાર્જ આપ્યો ન હતો.

CR પાટીલ, નીતિનભાઈ, પ્રદીપસિંહ સહિત ઘણાં નેતાને મળ્યા, ટેસ્ટ - 0
મુખ્યમંત્રી રૂપાણીએ ગત દિવસોમાં વિવિધ જાહેર સભાઓ, કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિત ઘણા નેતાઓને મળ્યા હતા. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોતાના સંપર્કમાં આવેલા દરેકને ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. હવે પહેલી તારીખથી શરૂ થતા બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધનમાં તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનમાં રૂપાણીની હાજરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

રાજકોટ-અમદાવાદમાં રૂપાણીની રેલી રદ, પ્રચાર માટે સ્મૃતિ આવશે
રૂપાણીને કોરોના સંક્રમણના કારણે હૉસ્પિટલમાં રહેવું પડે એમ હોવાથી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના બદલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પ્રચાર કરશે. બુધવારે સ્મૃતિ ઇરાની રાજકોટ આવી રહ્યાં છે. તેઓ વિવિધ વોર્ડમાં ફરીને પ્રચાર કરશે. આ અગાઉ મંગળવારે સ્મૃતિ ઇરાની એક જ દિવસમાં 5 સભાઓને સંબોધશે. તેઓ કલોલ, પાટણ, ઊંઝા, મહેસાણા અને ગાંધીનગરમાં ચૂંટણી સભાઓને સંબોધી ભાજપનો પ્રચાર કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો