સીએમ I-Createની મુલાકાતે:ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન કર્યુ, ઇ-વ્હીકલ સ્ટાર્ટઅપનું નિરીક્ષણ કરી યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કર્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ હાજર રહ્યા હતા
  • મેગા ઇનોવેશન ચેલેન્જના વિજેતાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા

2030 સુધીમાં ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સિદ્ધ કરવામાં ગુજરાતે ઘડેલી E-વ્હીકલ પોલિસી-2021ની સફળતા માટેની ઇકો સીસ્ટમને આઇ-ક્રિયેટનું સેન્ટર ઓફ એક્સલન્સ નવું બળ પુરૂં પાડશે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેનિયોરશિપ એન્ડ ટેક્નોલોજી i-Createના કેમ્પસની મુલાકાત લઇને વિવિધ સ્ટાર્ટઅપની નવિન શોધ-સંશોધન, ગતિવિધિઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે યુવા સ્ટાર્ટઅપ્સ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

CMના હસ્તે ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન
મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના દેવ ધોલેરા નજીક આવેલા i-Create કેમ્પસમાં મુખ્ય સચિવ પંકજકુમાર સાથે પહોચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન પણ આ મુલાકાત દરમ્યાન કર્યુ હતું. i-Create EV સેન્ટર ઓફ એક્સલન્સમાં નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક અને ઇન્ટિગ્રેટેડ ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવવાથી માંડીને શહેરો માટે ઓપન સ્ટાન્ડડર્સ તરીકે ગ્રીન અર્બન માસ મોબિલિટી પ્લેટફોર્મ વિકસાવવા સુધીની અનેક પહેલો ચાલી રહી છે.​​​​​​​

EV ટેક્નોલોજી ઉપયોગમાં ગુજરાતને મદદરૂપ થશે
ભારત સરકારના 2030ના ઇલેક્ટ્રિક વાહનો (EV)ના લક્ષ્યાંકને સમર્થન આપવા માટે રાજ્ય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિકવ્હીકલ પોલિસી-2021 ઘડી છે. તેમાં EV ખરીદદારો અને EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણ કરનારાઓ માટે સબસિડી/પ્રોત્સાહન તરીકેની યોજનાનો પણ સમાવેશ થયેલો છે. આ નીતિની સફળતા માટે ઇનોવેશન ઇકોસિસ્ટમના સમર્થનની જરૂરિયાત માટે i-Create જેવી અગ્રણી સંસ્થાએ Evsને ફોકસ એરિયા બનાવવા માટે કરેલી પહેલ EV ટેક્નોલોજી ઉપયોગમાં ગુજરાતને મદદરૂપ થશે.​​​​​​​

ભારતમાંથી EV ઇનોવેટર્સની 400 જેટલી એન્ટ્રીઓ આવી હતી
સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ઉબર સાથે મળીને i-Create એ તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવા અને તેને અપનાવવા માટેના પ્રગતિશીલ વિચારોને સમર્થન આપવા માટે ગ્રીન મોબિલીટી ઇનોવેશન ચેલેન્જ હાથ ધરી હતી. આ ચેલેન્જમાં સમગ્ર ભારતમાંથી EV ઇનોવેટર્સની 400 જેટલી એન્ટ્રીઓ આવી હતી. મુખ્યમંત્રીએ આ Evangeliseના વિજેતાઓને અભિનંદન આપ્યા અને i-Createની 2 અને 3 વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો (EV) માટેની મેગા ઇનોવેશન ચેલેન્જના વિજેતાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.​​​​​​​

આ યોજનાથી નેક્સ્ટ જનરેશન ઇનોવેશનને પ્રોત્સાહન મળશે
મુખ્યમંત્રીને આ મુલાકાત દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, i-Createનું EV સેન્ટર ઓફ એક્સેલન્સ ઉદ્યોગ જગતની અગ્રણી કંપનીઓ સાથે ભાગીદારી કરી રહ્યું છે. જેથી સ્ટાન્ડર્ડાઇઝેશન, ઇન્ટરઓપરેબિલિટી અને ફ્યુચર પ્રૂફિંગના લાભો મેળવી શકાય. તેનાથી નેક્સ્ટ જનરેશન ઇનોવેશનને પ્રોત્સાહન મળશે, જેને ઝડપથી બજારમાં લઇ જઇ શકાશે.​​​​​​​

મુખ્યમંત્રીએ i-Create યોજનાઓની સમીક્ષા કરી
આ અવસરે મુખ્યમંત્રીએ બેઠક યોજીને i-Create યોજનાઓની સમીક્ષા કરી અને i-Create સમર્થિત અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કરી તેમને પ્રેરણા આપી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, i-Create ફાઉન્ડીંગ ટીમની મેમ્બર સભ્ય કે. થયાગરંજન, એમ.સી.ગુપ્તા, બિઝનેસ હેડ રાજીવ બોઝ, એડમિનિસ્ટ્રેશન હેડ વિજય નાયર, માર્કેટિંગ હેડ પાયલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...