અભિગમ:સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીનો નિર્ણય

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્ય સરકારે કુલ ૧૧ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા
  • આ તળાવો રિયુઝ ઓફ ટ્રિટેડ વોટરનો મુખ્યમંત્રીનો અભિગમ સાકાર કરશે
  • અમદાવાદના નગરજનોને કાયમી ધોરણે મળશે હરવા-ફરવાના પર્યાવરણપ્રિય સ્પોટ

મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે. આના પરિણામે તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે.

વધુ પાંચ તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય
મુખ્યમંત્રીએ અમદાવાદ મહાપાલિકાને જે વધુ પાંચ તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે તેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના આંબલીના સર્વે નં.04 ટી.પી. પર, એફ.પી. 6 માં આવેલ 21265 ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ, ઓગણજના સર્વે નં.08, ટી.પી.228, એફ.પી.8 માં આવેલ 55391 ચો.મી.નું ગામ તળાવ, ઓગણજ સર્વે નં. 720, ટી.પી. 221, એફ.પી. 15 માં આવેલ 22966 ચો.મી.નું ગામ તળાવ, સોલા સર્વે નં.830 ટી.પી. 221, એફ.પી. 938માં આવેલ 15783 ચો.મી.નું ગામ તળાવ અને હેબતપુર બ્લોક નં.11 ટી.પી. 217, એફ.પી. 11માં આવેલ 34702 ચો.મી.નું ગામ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવવા સૂચના આપી છે.

આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે
મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ-2020માં 4 તળાવો તથા જૂન અને જુલાઇ મહિનામાં 1-1 તળાવ એમ કુલ છ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે. હવે આ વધુ પાંચ તળાવો પણ સોંપવાના નિર્ણય સાથે કુલ 11 તળાવોના બ્યૂટિફિકેશન અને વિકાસથી અમદાવાદ શહેરની સુંદરતામાં ચાર ચાંદ નહિ પણ અગિયાર ચાંદ લાગશે. એટલું જ નહિ, અમદાવાદ મહાનગરનું સ્યુએજ વોટર-વપરાયેલું ગંદુ પાણી એસ.ટી.પી દ્વારા શુદ્ધ કરીને આ તળાવોમાં નાખવામાં આવતાં આ તળાવો બારેય માસ ભરેલા રહેશે તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે. મુખ્યમંત્રીએ મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો જે અભિગમ અપનાવવા આહવાન કરેલું છે તેનો આ તળાવોમાં આવું રિસાયકલ્ડ વોટર ભરીને મહાપાલિકા સાકાર કરી શકશે.

37194 ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ સોલાનો સમાવેશ થાય છે
રાજ્ય સરકારે અગાઉ જે છ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે તેમાં વેજલપુર તાલુકાના સર્વે નં. 783 પરનું 32072 ચો.મી. ક્ષેત્રફળનું તળાવ. વટવાના સર્વે નંબર 907 પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર 251 પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર 1 પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોક નં.86 પરનું સરકારી તળાવ અને ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. 1 માં આવેલા 37194 ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ સોલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...