નૂતન વર્ષાભિનંદન સમારોહ:ભૂપેન્દ્ર પટેલે સૌ ગુજરાતીઓને પાઠવ્યા નવા વર્ષના અભિનંદન, અમદાવાદમાં CMને મળવા મોટી સંખ્યામાં પહોંચ્યા કાર્યકરો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી - Divya Bhaskar
સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રી નવા વર્ષના પ્રથમ દિવસે ગાંધીનગરમાં પંચદેવ મંદિર અને અડાલજના ત્રિમંદિરમાં દર્શન કર્યા
  • અમિત શાહના ઘરે નવા વર્ષના અભિનંદન પાઠવવા ભાજપના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા
  • શાહીબાગ ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078 ના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજના ત્રિમંદિરમાં દર્શન પૂજનથી કર્યો છે. મુખ્યમંત્રી આજે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલનમાં મુલાકાત લઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ બાદ તેઓ ભદ્રકાળી મંદિરે દર્શન કરીને શાહીબાગ એનેક્ષી ખાતે આવ્યા હતા જ્યાં નવા વર્ધ્ નિમિતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મુખ્યમંત્રીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.
મુખ્યમંત્રીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.

ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત અને ગુજરાત બહાર દેશ-વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આ વર્ષ સૌની આરોગ્ય, સુખાકારી સાથે સુખ-સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુ પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ સમાજના સૌ વર્ગોની શકિત અને ક્ષમતા ઉજાગર કરીને સૌના સહયોગથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું.

ત્રિમંદિર મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ત્રિમંદિર મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી સાથે પંચદેવ મંદિર દર્શનમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગાંધીનગરના મેયર હિતેશભાઈ તેમજ મહાનગરના કોર્પોરેટરઓ, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભાઈ તેમજ અગ્રણીઓ જોડાયા હતા. અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રીને દાદા ભગવાન પરિવારના અગ્રણીઓએ આવકાર્યા હતા. પંચદેવ મંદિર અને ત્રિમંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો-નગરજનોને પણ મુખ્યમંત્રીએ સાલ મુબારક પાઠવ્યા હતા.

અમિત શાહના ઘરે પહોંચેલા ભાજપના નેતાઓ
અમિત શાહના ઘરે પહોંચેલા ભાજપના નેતાઓ

ગૃહમંત્રી અમિત શાહના ઘરે નવા વર્ષના અભિનંદન પાઠવવા માટે મોટા નેતાઓ અને કાયકર્તાઓ પણ પહોંચ્યા હતા. જેમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર, જગદીશ પંચાલ, પૂર્વ સાંસદ હસમુખ પટેલ તથા ક્રાઇમ બ્રાંચના પૂર્વ જેસીપી જે.કે ભટ્ટે નવા વર્ષના અભિનંદન પાઠવીને અમિત શાહના આશીર્વાદ લીધા હતા.

નૂતન વર્ષ સ્નેહ મિલનમાં કાર્યક્રમ માં મુખ્યમંત્રીને મળવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. મુખ્યમંત્રી પણ એક કલાક જેટલો સમય ઉભા રહીને એક બાદ એક અનેક કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. ગત વર્ષે કોરોના ને કારણે સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો ન હતો અને આ વર્ષે નવા મુખ્યમંત્રી હોવાને કારણે મોટી સંખ્યામાં કાર્યકરો લાઇનમાં ઉભા રહીને મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા આવ્યા હતા. મુખ્યમંત્રી સાથે અન્ય મંત્રી પ્રદીપ પરમાર, જગદીશ પંચાલ , સાંસદ કિરીટ પરમાર, મેયર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...