મોર્નિંગ ન્યૂઝ બ્રીફકોંગ્રેસનું આજે સાંકેતિક ગુજરાત બંધ:CM ભૂપેન્દ્ર પટેલ સિનેમેટિક ટૂરિઝમ પોલિસી લોન્ચ કરશે, ભાજપે વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢના પ્રભારી નીમ્યા

19 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શનિવાર, તારીખ 10 સપ્ટેમ્બર, ભાદરવા સુદ પૂનમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદમાં સિનેમેટિક ટૂરિઝમ પોલિસીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોન્ચિંગ કરશે, અજય દેવગણ ઉપસ્થિત રહેશે
2) મોંઘવારી અને બેરોજગારી સામે આજે કોંગ્રેસનું સવારે 8થી 12 વાગ્યા સુધી ગુજરાત સાંકેતિક બંધ
3) આજે PM મોદી વીડિયો કોન્ફરન્સિંગથી અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજીત 'સેન્ટર- સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ'નું ઉદ્ઘાટન કરશે
4) બંગાળના ખાડીના લો પ્રેસરની પગલે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ ભારે વરસાદની આગાહી

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાત ATS અને DRIએ કોલકાતા પોર્ટ પર જોઈન્ટ ઓપરેશન કરી 200 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું; દુબઈથી આવેલા સ્ક્રેપના કન્ટેનરમાંથી જથ્થો મળ્યો
ગુજરાત ATS અને DRIને ડ્રગ્સ પકડવામાં એક મહત્વની સફળતા મળી છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે કોલકાતા પોર્ટ પર 35 KG ડ્રગ્સ એક કન્ટેનરમાં છુપાયેલું પડ્યું છે. જેની બજાર કિંમત અંદાજે રૂ. 200 કરોડ છે, જે બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈએ કોલકાતા પોર્ટ પર રેડ કરીને ડ્રગ્સ ઝડપી લીધું છે. ફેબ્રુઆરી મહિનામાં દુબઈમાંથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) ગોગરા-હૉટસ્પ્રિંગ્સ પરથી ચીન અને ભારતની સેનાની પીછેહઠ, બંને દેશની સેનાએ જાહેરાત કરી, લશ્કરી વાટાઘાટોમાં સહમત થયા
ભારત અને ચીનની સેનાએ પૂર્વીય લદાખ સરહદ પર તણાવ ઓછો કરવા માટે મોટી જાહેરાત કરી છે. ગુરુવારે બંને દેશની સેનાએ કહ્યું હતું કે, પૂર્વીય લદાખમાં ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં પેટ્રોલ પોઇન્ટ-15 પરથી જવાનોએ હટવાનું શરૂ કર્યું છે. આ નિર્ણય ભારત અને ચીન કોર કમાન્ડર સ્તરની બેઠકના 16મા રાઉન્ડમાં સર્વસંમતિ સધાઈ એ બાદ લેવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ખોડલધામના નરેશ પટેલે કોંગ્રેસની પાટીદાર પાંખ સાથે બેઠક કરી, કોંગી નેતાએ કહ્યું:'પટેલ 2017ની ભૂમિકા જાળવી રાખશે'
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. શુક્રવારે રાજકોટમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓએ તેમની સાથે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક તેમજ પ્રદેશ કક્ષાના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સક્રિય રાજકારણમાં જોડાય કે નહીં. નરેશભાઈ 2017ની ભૂમિકા જાળવી રાખશે તો પણ ગુજરાત કોંગ્રેસને ઘણો ફાયદો થશે.
વાંચો સમાચાર વિગતવાર

4) ભાજપના કોર્પોરેટરનો અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરની મહિલાઓએ વિરોધ કર્યો, 'અવારનવાર કલાક સુધી મહિલાઓ સાથે બેસી અપશબ્દો કહેતા’
નરોડામાં AMCના અર્બન હેલ્થ સેન્ટરમાં મહિલા મેડિકલ ઓફિસર સાથે ભાજપના કોર્પોરેટરે ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ થયો છે. મહિલા ડોક્ટરે આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેટર વિપુલ પટેલે મોઢું પકડી જબરદસ્તી પાણી પીવડાવ્યું હતું અને આગળ કોઈને ફરિયાદ નહીં કરવા ધમકી આપી હતી. કોર્પોરેટર વિપુલભાઈ ભૂતકાળમાં અવારનવાર રિસેસ ટાઈમ દરમિયાન હેલ્થ સેન્ટરમાં આવીને બેસી જતાં હતાં. સોફ્ટ ટાર્ગેટ બનાવી મહિલા સ્ટાફ અને મહિલા ડોક્ટરને ગેરશબ્દો બોલી માનસિક હેરાન કરતા હતા. આ માનસિક ત્રાસના વિરોધમાં આજે નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા કર્મચારીઓએ ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાતમાં આંદોલન ડામવા મંત્રીઓ હાથ જોડે છે, પણ સરકારી કર્મચારીમંડળો વાત કરવા તૈયાર જ નથી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને લઈને સરકારી કર્મચારીમંડળોએ પોતાની માગણીને લઈને આંદોલનો શરૂ કરી દીધાં છે. બીજી બાજુ, ચૂંટણી ટાણે જ શરૂ થયેલાં આંદોલન ડામવા સરકારે પાંચ મંત્રીની કમિટી બનાવીને તેમને જવાબદારી સોંપી છે, પરંતુ કર્મચારીમંડળો સરકારના મંત્રીઓની વાત સાંભળવા જ તૈયાર નથી. સરકારી કર્મચારીઓને મંત્રીઓ બે હાથ જોડીને મનાવવા મથી રહ્યા છે. તેમ છતાં તેઓ સાથે કર્મચારીઓ વાત કરવા તૈયાર નથી. કર્મચારીમંડળોએ એવું કડક વલણ અપનાવ્યું છે કે મૌખિક નહીં, લેખિતમાં આમંત્રણ અપાશે તો જ સરકાર સાથે વાતચીત થશે.
વાંચો સમાચાર વિગતવાર

6) રાજકોટ એરપોર્ટ પર મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એસી બંધ થતા મુસાફરો પરસેવે રેબઝેબ, કહ્યું- લોકલ સિટી બસ જેવી વ્યવસ્થા
રાજકોટથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એસી બંધ થતાં મુસાફરો હેરાન-પરેશાન થયા હતા. ગરમીમાં ફ્લાઈટમાં એસી બંધ થઈ જતાં મુસાફરો પરસેવે રેબઝેબ થતાં હોબાળો કર્યો હતો. ત્યારબાદ ફ્લાઈટ અંદરથી જ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં એક મુસાફરે જણાવ્યું હતું કે, લોકલ સિટી બસ જેવી વ્યવસ્થા છે.
વાંચો સમાચાર વિગતવાર

7) ક્વિન એલિઝબેથને આપવામાં આવી ગન સેલ્યૂટ, પતિ ફિલિપની નજીક જ દફનાવવામાં આવશે, બ્રિટનમાં 12 અને ભારતમાં 1 દિવસનો શોક
ક્વિન એલિઝાબેથનું અંતિમ સંસ્કાર શાહી પરંપરા પ્રમાણે, 10માં દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી પરંપરાઓ 12 દિવસ સુધી ચાલશે. ભારત સરકારે પણ ક્વિન એલિઝાબેથના નિધન પર એક દિવસ માટે એટલે કે 11 સપ્ટેમ્બરે શોકની ઘોષણા કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) સોનાલીને ડ્રગ્સ અપાયુ હતું તે ક્લબ તોડી નહીં શકાય, સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો, કર્લીઝ ક્લબની તમામ કોમર્શિયલ એક્ટિવિટી પર પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે ગોવાની કર્લીઝ ક્લબને તોડી પાડવા પર પ્રતિબંધક લગાવી દીધો છે. કોર્ટે આ શરતે સ્ટે મૂક્યો છે કે હવે ક્લબમાં કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નહીં થાય. શુક્રવારે સવારથી જ ક્લબનું ડિમોલિશન ચાલુ હતું. ક્લબને તોડી પાડવા માટે બુલડોઝર પણ આવી ગયું હતું. આ એ જ ક્લબ છે, જેમાં બીજેપી નેતા સોનાલી ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામનો 2021નો રિપોર્ટ જારી, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 191 દેશમાં ભારત 132મા ક્રમે ધકેલાયું
2) નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, ડાયમંડ લીગ ફાઇનલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો; 88.44 મીટર થ્રો કરીને જીત્યો ગોલ્ડ
3) વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા, ભાજપે 15 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશમાં નિમણૂક કરી
4) અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન, 130 કિમીની ઝડપે ટ્રેન દોડી
5) જામનગરના 'એઈટ વન્ડર્સ' ગ્રુપે 23 ફૂટ લાંબી માર્કર પેનથી ભગવાન ગણેશજીની પ્રતિકૃતિ બનાવી, વિશ્વની સૌથી મોટી પેનના રેકોર્ડ માટે દાવો કરાયો
6) ગણેશોત્સવમાં રાજકોટિયન્સે દિલથી પૈસા ખર્ચ્યા, 10 દિવસમાં 100 કરોડનું ટર્નઓવર, શહેરમાં 500 પંડાલ, હજારો ઘરોમાં મૂર્તિનું સ્થાપન
7) બેટ દ્વારકાની હાજી કિરમાણીની દરગાહ પાસે બે યુવાન ડૂબ્યા; એક યુવાનનો મૃતદેહ મળ્યો, અન્ય એક યુવાન લાપત્તા
8) કિસાન સંઘના આગેવાનોની 16 જેટલી માગણી, આગેવાનોને સાંભળ્યા બાદ ઉકેલ લાવવા સુરતમાં હર્ષ સંઘવીનું આશ્વાસન
9) રાજકોટમાં બ્રહ્મ સમાજના અગ્રણીએ મહાદેવ વિેશે કોમેન્ટ પર સોખડાના આનંદસાગર સ્વામી સામે ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ નોંધાવી

આજનો ઈતિહાસ
વર્ષ 1976માં આજના દિવસ ઈન્ડિયન એરલાઈન્સનું બોઈંગ 737 એરક્રાફ્ટ લાહોરથી હાઈજેક થયું હતું.

આજનો સુવિચાર
જીતવા માટે તમારે રમતના નિયમો શીખવા પડશે. પછી તમારે હરીફથી વધુ સારું રમવું પડશે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...