ગ્રાન્ટ ફાળવી પણ રસ્તા સુધરશે?:મુખ્યમંત્રી પટેલે રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ.2 કરોડની ગ્રાન્ટ ફાળવી, હવે ખાડા દૂર ન થાય તો MLAને પકડજો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા 35 ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવી
  • ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા 35 ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે માટે રૂ.2 કરોડ ફાળવ્યા
ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે માટે રૂ.2 કરોડ ફાળવ્યા

અમદાવાદમાં સાત ઝોનમાં રૂ.206 કરોડના ખર્ચે રોડ બનાવાશે
ચોમાસામાં વરસાદ પડતાં જ અમદાવાદ શહેરમાં રોડ રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ જાય છે, જેને પગલે દર વર્ષે ચોમાસા બાદ રોડનું સમારકામ કરવાની ફરજ પડે છે, જેની પાછળ કોન્ટ્રેક્ટરોને રોડ બનાવવા માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે છતાં એ બનાવવામાં બેદરકારી રાખવામાં આવે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જે સ્થળો પર પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં બે મહિના પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના તમામ સાત ઝોનમાં રૂ.206 કરોડના ખર્ચે કુલ 83 જગ્યા પર આ રોડ બનાવવામાં આવશે.

તૂટેલા માર્ગોની 30 હજાર ફરિયાદોમાંથી 22 હજારનો નિકાલ કરાયો
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓમાં મોટા ગાબડા પડ્યાં હતા. જેને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ તાત્કાલિક ધોરણે એક વોટ્સએપ નંબર જાહેર કરી રસ્તાઓ સ્વસ્થ કરવાનું અભિયાન હાથે લીધું છે. જેમાં સરકારને કુલ 30 હજાર ફરિયાદ મળી હતી. જેમાંથી 22 હજાર ફરિયાદનો નિકાલ એટલે રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું છે. સરકારની જાહેરાત બાદ શરૂઆતના તબક્કામાં 7 હજાર જેટલી ફરિયાદ આવતી હતી તૂટેલા રસ્તાઓ મુદ્દે પરંતુ હવે દિવસની માત્ર 1500 જેટલી ફરિયાદ આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...