તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Club Members Will Now Have To Pay 18 Per Cent GST, Effective From The Back Effect Of 2017, The ITC That Clubs Get On Expenses Will Also Be Discontinued.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ 2021:ક્લબના સભ્યોએ હવે 18 ટકા GST ભરવો પડશે, 2017ની પાછલી અસરથી અમલ થશે, ક્લબોને ખર્ચ પર મળતી ITC પણ બંધ થશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સામાન્ય બજેટની દરખાસ્ત મુજબ ક્લબના સભ્ય પદ પર 18 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. સભ્યોએ વધારામાં 2017ની પાછલી અસરથી જીએસટી ભરવો પડશે. ક્લબ ખર્ચ પર મળતી આઈટીસી પણ હવે બંધ થઈ જશે.

બજેટમાં જીએસટી કાયદામાં 1 જુલાઇ 2017ની પાછલી અસરથી સુધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ક્લબ દ્વારા મેમ્બરને અપાતી સર્વિસ ઉપર જીએસટી લાગુ પડશે. અત્યાર સુધી ક્લબ મેમ્બર એસોસિએશન દ્વારા મેમ્બરને આપવામાં આવતી સર્વિસ ને જીએસટીમાંથી મુક્તિ હતી. પરંતુ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરતાં ક્લબ એસોસિએશન સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. સુપ્રિમ કોર્ટે કલકતા લિમિટેડ ક્લબના કેસમાં સર્વિસ ટેકસ ન લાગે તેવું ઠરાવ્યું હતું.

જ્યારે મેમ્બર એસોસિએશન દ્વારા મેમ્બરોને સર્વિસ આપવામાં આવે ત્યારે તે સર્વિસની વ્યાખ્યામાં આવતી નથી તેવું ઠરાવ્યું હતું. ત્યાર બાદ જીએસટીમાં પણ રોટરી ક્લબના ચુકાદામાં જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જેને લઇને કેન્દ્ર સરકારે જૂની તારીખથી કાયાદામાં સુધારો કરીને 1 જુલાઇ 2017થી કલબ મેમ્બર એસોસિએશનની સર્વિસને જીએસટીના કાયદામાં આવરી લીધી છે. હવેથી કલબના મેમ્બરોને જીએસટી હેઠળ 18 ટકા ટેકસ પાછળી તારીખથી ભરવો પડશે. જેની સામે ક્લબ દ્વારા કરાતા ખર્ચ ઉપર આઇટીસી મળશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો