હવામાન વિભાગની આગાહી:આખો દિવસ વાદળછાયું વાતાવરણ પણ વરસાદ નહીં, હજુ 4 દિવસ માત્ર ઝાપટાંની શક્યતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસથી વરસાદી માહોલ રહેવાથી ધોધમાર વરસાદ પડશે તેવું વાતાવરણ સર્જાય છે, પણ દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં કે છાંટા પડે છે, જેને કારણે લોકોમાં નિરાશા જોવા મળી છે. જો કે, વરસાદી માહોલને કારણે ઠંડકમાં વધારો થતાં લોકોએ ગરમીથી રાહત મેળવી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુતમ 25.3 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા કે ઝાપટાં પડ્યાં હતા. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની ગેરહાજરીથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ નોંધાયો છે.

સમગ્ર રાજયમાં 31.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...