• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Clothing Will Be 15 Per Cent More Expensive If 12 Per Cent GST Is Applied On Textiles, The New Rate Is To Be Implemented From January 1.

પડતાને માથે પાટું!:કાપડ પર 12 ટકા GST લાગુ થશે તો કપડાં 15 ટકા મોંઘાં થશે, નવા દરનો 1 જાન્યુઆરીથી અમલ થવાનો છે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12% ટેક્સ લાગશે તો વિવર્સને નુકસાન થશે : એસોસિએશન

તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલની સંપૂર્ણ વેલ્યુ ચેઇન ઉપર એક સરખો જીએસટી દર લાગુ કરવાની જોગવાઇ 1 જાન્યુઆરી 2022 અમલી બનાવવાની જાહેરાત કરી છે. જેને લઇને કાપડ ઉદ્યોગકારોમાં ભારે નારાજગી છે.

કાપડના વેપારીઓનું કહેવું છે કે જો જીએસટી સ્લેબ રેટમાં એક ટકાનો પણ વધારો કરવામાં આવે તો કાપડ મોંઘું બનશે. રૂ. એક હજારથી નીચેની કિંમતના ગારમેન્ટ ઉપર 5 ટકા અને વધુ કિંમતના ગારમેન્ટ ઉપર 12 ટકા ટેકસ છે. તેમજ જે કાપડ વિવીંગ એકમોમાંથી તૈયાર થઇને ગારમેન્ટ ફેકટરીઓમાં જાય છે. તેના ઉપર 12 ટકા દર લાગુ થશે. જો આમ થાય તો કાપડ તો મોંઘું બનશે. દેશનું 33 ટકા કોટન ઉત્પાદાન ગુજરાતમાં થાય છે. તેમાં પણ શરૂઆતથી 5 ટકા જીએસટી દર લાગે છે.

વિવર્સ એસોસિએનના સભ્યોએ જણાવ્યું કે, કાપડ ઉપર 12 ટકા ટેકસ લાગે તો વિવર્સને મોટો ફટકો પડી શકે છે. તેમજ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. જ્યારે કેટલાક નાના એકમો બંધ થવાની પણ સંભાવના છે.

એક સમાન GSTની જોગવાઈ વાજબી નથી
કાપડ ઉપર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવશે તો એક સમાન જીએસટી દરથી કાપડ મોંઘું બનશે અને ફુગાવો વધશે.વિવીંગ એકમોમાંથી તૈયાર થઇને માર્કેટમાં જતા કાપડ ઉપર સીધો 12 ટકા જીએસટી લાગશે. તો કાપડ મોંઘું બનશે. જેના કારણે ફુગાવમાં વધારો થશે અને નાના વિવર્સ રોકડામાં ધંધો કરતા થશે. હાલમાં નાના મોટા તમામ વેપારીઓ જીએસટી કમ્પલાઇન્સ કરતા થયા છે અને જીએસટીના કારણે મેઇન સ્ટ્રીમમાં આવ્યા છે. ત્યારેે કાપડ ઉપર એક સમાન જીએસટી દરની જોગવાઇ વાજબી નથી. > ગૌરાંગ ભગત, પ્રમુખ, મસ્કતી કાપડ મહાજન

અન્ય સમાચારો પણ છે...