તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લોઝર નોટિસ:અમદાવાદની 9 હોસ્પિટલ્સને ફાયરની ક્લોઝર નોટિસ, NOC નહીં લે તો હોસ્પિટલ સીલ કરી પાણી અને ગટર લાઈનનું જોડાણ કપાશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શાળા, કોલેજો અને હોસ્પિટલમાં NOCનું ચેકિંગ કરી રિન્યુ કરવા જાણ કરી
  • અગાઉ શહેરમાં 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપી હતી જેમાં મોટા ભાગે NOC લેવાઈ ગઈ હતી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફાયર NOC મુદ્દે ફટકાર બાદ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શાળા, કોલેજો અને હોસ્પિટલમાં NOC અંગે ચેકિંગ કરી NOC રિન્યુ તેમજ લેવા જાણ કરી હતી. જેમાં કેટલીક હોસ્પિટલોએ ફાયર NOC ન લેતા ફાયર વિભાગ દ્વારા અનેક હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. છતાં અમદાવાદ શહેરની 9 હોસ્પિટલને NOC રિન્યુ માટે પત્ર લખી જાણ કરવા છતાં ફાયર NOC ન લેતા તેઓને અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. જો 7 દિવસમાં આ હોસ્પિટલ ફાયર NOC નહીં લેવામાં આવે તો તેઓની હોસ્પિટલને સીલ, પાણી અને ગટરનું જોડાણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફાયર બ્રિગેડે વિભાગે જણાવ્યું છે.

અગાઉ 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ અપાઈ હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા શહેરમાં 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપી હતી. જેનો 7 દિવસનો નોટિસ પિરિયડ પૂરો થતાં સુધીમાં મોટાભાગની તમામ હોસ્પિટલોએ NOC મેળવી લીધી છે. કેટલીક હોસ્પિટલ બંધ અથવા ડોકટરો વિદેશમાં છે જેથી તેઓએ NOC મેળવી નથી. અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કડક વલણ અપનાવી અને નોટિસ આપતા હોસ્પિટલોએ તાત્કાલિક NOC મેળવી છે. તેમ અન્ય કોમર્શિયલ, સ્કૂલ અને કોલેજોમાં પણ કડક વલણ અપનાવે તો NOC મુદ્દે માલિકો જાગે તેમ છે.

ભૂતકાળમાં હોસ્પિટલમાં આગના બન્યા છે
અવારનવાર ફાયર વિભાગ દ્વારા અનેક નોટિસો આપવામાં આવી છે. છતાં પણ તેમણે ફાયર NOC કે સેફ્ટીના સાધનો લીધા નથી કે કોઈ સિસ્ટમ લગાવી છે. ભૂતકાળમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની ગઈ છે. છતાં પણ તેઓ તેમાંથી શીખ લેતા નથી, આખરે ફાયર વિભાગે આ પગલું ભરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...