સીલિંગની કાર્યવાહી:ફાયર NOC વગરની 24 હોટેલને ક્લોઝર નોટિસ, 7 રેસ્ટોરાં સીલ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ.એ વારંવાર NOC રિન્યુ કરાવવા સૂચના આપી હતી
  • બે ટ્યૂશન ક્લાસીસ સામે પણ સીલિંગની કાર્યવાહી

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુ નહીં કરાવનાર કે ફાયર એનઅઓસી નહીં લેનારી 24 હોટેલને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. 7 રેસ્ટોરાં અને 2 ટ્યૂશન ક્લાસીસને સીલ કર્યા છે. જ્યાં મહત્તમ લોકો એકઠા થતાં હોય તેવા સ્થળે પણ ફાયર સેફ્ટીના કાયદાનું યોગ્ય પાલન નહીં થવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

આ તમામ એકમોને મ્યુનિ.એ વારંવાર નોટિસ આપીને ફાયર એનઓસી રિન્યુ કરાવી લેવા માટે નિર્દેશ આપ્યો હતો. જોકે તેમ છતાં કોઇ પગલા લીધા ન હતા. ત્યારે મ્યુનિ. આવા એકમોને રેસ્ટોરાં અને ટ્યૂશન ક્લાસ સીલ કરી દીધા છે. હોટલમાં રહેતા તેમના ગ્રાહકોને તત્કાલ 24 કલાકમાં અન્ય વ્યવસ્થા કરી લેવા નિર્દેશ આપ્યો છે. થલતેજની ક્રિષ્ના પેલેસ હોટેલને ક્લોઝર નોટિસ અપાઈ છે.

આ એકમો સીલ કરવામાં આવ્યા

  • પ્રગતિ રેસ્ટોરાં, કૃષ્ણનગર, નરોડા
  • પેટ્રોન રેસ્ટોરાં, વિઠ્ઠલ પ્લાઝા, નરોડા
  • સ્પ્રેન્ઝા પિઝા, મારુતિ કોમ્પ્લેક્સ, નરોડા
  • મયૂર રેસ્ટોરાં, મધુસૂદન કોમ્પ્લેક્સ, નરોડા
  • પટેલ રેસ્ટોરાં, નરોડા બિઝનેસ હબ
  • નવજીવન રેસ્ટોરાં, કૃષ્ણનગર
  • પટેલ રેસ્ટોરાં, ગાય સર્કલ, અસલાલી
અન્ય સમાચારો પણ છે...