તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદનો અનુપમ ઓવરબ્રિજ:સવા બે વર્ષથી બંધ, 2 લાખ વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન

અમદાવાદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પૂર્વમાં ઓવરબ્રિજ બનાવવાના જે કામો ચાલે છે તેમાં સૌથી વધુ મંથરગતિએ બનતો આ ઓવરબ્રિજ છે - Divya Bhaskar
પૂર્વમાં ઓવરબ્રિજ બનાવવાના જે કામો ચાલે છે તેમાં સૌથી વધુ મંથરગતિએ બનતો આ ઓવરબ્રિજ છે
 • પૂર્વમાં ઓવરબ્રિજ બનાવવાના જે કામો ચાલે છે તેમાં સૌથી વધુ મંથરગતિએ બનતો આ ઓવરબ્રિજ છે

પૂર્વમાં કાંકરિયા થઈને ખોખરા, વસ્ત્રાલ, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાંથી અવર જવર કરતાં 2 લાખ કરતાં વધારે શહેરીજનો અનુપમ ઓવરબ્રિજના મંથરગતિના કામને લઈને પરેશાન છે. કેમ કે તેમણે મણિનગરના નાથાલાલ ઝગડા બ્રિજ પરથી પસાર થવું પડે છે જે આમ પણ જર્જરિત અને સાંકડો હોવાથી સવારે અને સાંજે ટ્રાફિક જામ થતાં લાઈનો લાગે છે. અનુપમ બ્રિજ જાન્યુઆરી 2019થી બંધ છે એટલે કે સવા બે વર્ષ જેટલો સમયથી બંધ છે ત્યારે સ્થાનિકોની માંગણી છે કે કામ ઝડપથી પૂર્ણ થાય. આમ પણ આ બ્રિજના કામને લઈને કોઈ અડચણ નથી કેમ કે અહીં આસપાસ કોઈ રોડ નથી તો પછી કામ ઝડપથી પૂર્ણ થવું જોઈએ તેમ પૂર્વના રહિશો કહે છે. અમદાવાદમાં ચારેય તરફ ઓવરબ્રિજ બની રહ્યાં છે ત્યારે સૌથી મંદગતિએ જો કામ ચાલતું હોય તો આ બ્રિજનું છે.

બ્રિજના કામમાં સવા બે વર્ષ લાગે તે કેમ ચાલે?
અનૂપમ બ્રિજ મહત્વનો બ્રિજ છે કેમ કે પૂર્વમાં 80 ટકા રહિશો તેનો ઉપયોગ કરતાં હતાં. હવે સવા બે વર્ષથી બ્રિજ બંધ છે એટલે એલજી પાસેના બ્રિજથી પસાર થવું પડે છે જેનાથી 5 કિમી વધારાનું ફરવું પડે છે અને એલજી પાસેનો બ્રિજ સાંકળો હોવાથી ત્યાં ટ્રાફિક જામ થઈ જાય છે. સ્વાભાવિક છે કે આ બ્રિજનું કામ ચાલે છે ત્યારે તેમાં બીજા કેટલાક પડકારો આવે પણ લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થવું જોઈએ. - એમ.એસ.ચૌહાણ,ખોખરા

વિકાસ કાર્યોમાં ઝડપ આવે તે જરૂરી છે
પૂર્વથી પશ્ચિમ તરફ અવર જવર કરતાં અમારા જેવા લાખ્ખો વાહનચાલકો આજે આ બ્રિજ બંધ હોવાથી હેરાનગતિ અનુભવે છે. બ્રિજ જ્યારે કાર્યરત હતો ત્યારે અવર જવરમાં સરળતા રહેતી પણ હવે તો એલજી બ્રિજ ફરીને જવું પડે છે. હું માનું છું કે અમદાવાદમાં જે વિકાસ કાર્યો થાય છે તેમાં ઝડપ આવે તે જરૂરી છે. કેટલાક કામોતો રાત્રે પણ ચાલે તો તે રીતે ચોક્કસ સમય મર્યાદામાં કામો પૂર્ણ થશે. - પ્રતિક પટેલ,સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો