તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરોડા કારિયા લેક:2 વર્ષથી વધારે સમયથી બંધ, ત્રીજી લહેર નહીં આવે તો જ ફરીથી ઓપન થશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ | નરોડામાં સ્થિત કારિયા લેક કે જે મિની કાંકરિયા તરીકે જાણીતું છે, જે છેલ્લા બે વર્ષથી પણ વધારે સમયથી બંધ સ્થિતિમાં છે. 2019નાં જુલાઈ મહિનામાં કાંકરિયા ખાતેની રાઈડ તૂટી જવાની ઘટના બાદથી કારિયા લેકને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ આવી જતા કારિયા લેક ખોલવામાં આવ્યો નથી. હાલ ત્યાં સવારે અને સાંજે જોગિંગમાં આવતા લોકો માટે લેક ખોલવામાં આવે છે. 2,000 જેટલા લોકોની કેપેસિટી ધરાવતા કારિયા લેકમાં હાલ ફક્ત 200 લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે અને તે પણ સવારે અને સાંજે જોગીંગ અને કસરત કરવા આવતા લોકોનેજ પ્રવેશ અપાય છે. આ વિસ્તારના લોકો આ લેક બંધ હોવાથી કાંકરિયા કે રિવરફ્રન્ટ જાય છે.

કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો સપ્ટેમ્બરમાં લેક ખુલ્લુ મૂકવાનો પ્લાન કરવામાં આવશે
કારિયા લેક જુલાઈ 2019થી બંધ છે, કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનાને પગલે કારિયા લેકનો એમ્યુઝમેન્ટ પાર્ક પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ થોડા સમય પછી લેક ખુલ્લુ મૂકવાનો પ્લાન કર્યો હતો, પણ કોરોનાને લીધે તે શક્ય બન્યુ નહીં. માટે હવે કોરોનાની ત્રીજી લહેર નહીં આવો તો જ લેકને સામાન્ય જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવશે. સપ્ટેમ્બરનાં અંત સુધીમાં જો કોરોનાની ત્રીજી લહેર જાહેર નહીં થાય તો અમે કારિયા લેક રેગ્યુલર ઓપન કરવાનો પ્લાન કરી રહ્યાં છીએ. કારિયા લેકમાં આસપાસના લોકો વીકોન્ડમાં સમયપસાર કરવા માટે મોટી સંખ્યામાં આવતા હતા, જેઓ ફરીથી લેકમાં ફેમિલી સાથે આવવા આતુર છે. -દીપકભાઈ કારિયા, કારિયા લેક ઓનર

લેક ખૂલશે તો લોકોને વીકેન્ડ પ્લેસ મળશે
કારિયા લેક શરૂ થશે તો નરોડાની આસપાસનાં રહીશોને પણ એક વીકેન્ડ પ્લેસ મળી જશે. હવે જ્યારે ધીમે ધીમે બધા પાર્ક, ગાર્ડન્સ, મોલ ખૂલી ગયા છે, તેની સાથે કાંકરિયા લેક પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો પછી હવે કારિયા લેક પણ ખુલ્લંુ કરવું જોઈએ. -રાજેશકુમાર સોલંકી, રહીશ

અન્ય સમાચારો પણ છે...